
નેપાળમાં પાંચ પાંડવ ફિલ્મ પર પ્રતિબંધ દ્રૌપદીના આઇટમ સોંગથી નેપાળમાં ધાર્મિક વિવાદ ભડક્યો ‘તાનિયો તાનિયો’ ગીત સામે વિરોધ, ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર સરકારે સ્ક્રીનિંગ અટકાવ્યું
નેપાળમાં એક નવી ફિલ્મ સામે એવો જબરદસ્ત વિવાદ ઊભો થયો છે કે તેનું સ્ક્રીનિંગ જ અટકાવી દેવું પડ્યું છે. ખુદ નેપાળના ગૃહમંત્રીએ ત્યાંના સંચાર અને માહિતી મંત્રાલયને નવી નેપાળી ફિલ્મ ‘પાંચ પાંડવ’નું પ્રદર્શન રોકવા માટે અનુરોધ કર્યાે છે. ધાર્મિક વિષયોને ખોટી રીતે રજૂ કરવાના આક્ષેપોને પગલે ર્નિદેશક બસંત નિરાઉલાની આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા પર તેનો ઉગ્ર બહિષ્કાર કરવાની માંગ તેજ બની છે. વિરોધ કરનારા લોકોનો આરોપ છે કે ફિલ્મમાં હિન્દુ મહાકાવ્ય ‘મહાભારત’ના આદરણીય પાત્ર દ્રૌપદીને અત્યંત અપમાનજનક સ્વરૂપે દર્શાવવામાં આવી છે.નેપાળી અખબાર ‘કાઠમંડુ પોસ્ટ’ના અહેવાલ અનુસાર, જ્યારે ફિલ્મનું ગીત ‘તાનિયો તાનિયો’ રિલીઝ કરવામાં આવ્યું ત્યારે વિવાદે વધુ ગંભીર સ્વરૂપ પકડ્યું:કેટલાક ધાર્મિક સંગઠનો અને સોશિયલ મીડિયા યુઝર્સે નિર્માતાઓ પર આરોપ મૂક્યો છે કે તેમણે દ્રૌપદીના ચરિત્રને અત્યંત અશોભનીય રીતે દર્શાવીને સનાતન હિન્દુ આસ્થાઓનું ઘોર અપમાન કર્યું છે.આલોચકોની દલીલ છે કે ફિલ્મમાં એક પવિત્ર અને આદરણીય પૌરાણિક પાત્રને બાર ડાન્સર તરીકે બતાવીને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.આ ફિલ્મ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેની સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવી છે. એક અહેવાલ મુજબ, સંચાર મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ગૃહમંત્રી તરફથી હાલ ફિલ્મનું પ્રદર્શન રોકવા માટે મૌખિક આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે મૌખિક સંદેશો મળ્યા બાદ આ મામલે ઔપચારિક અને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. રસપ્રદ બાબત એ છે કે સેન્સર બોર્ડે ગુરુવારે સવારે જ આ ફિલ્મને ‘યુનિવર્સલ’ સર્ટિફિકેટ આપીને સિનેમાઘરોમાં દર્શાવવાની લીલી ઝંડી આપી દીધી હતી.ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર સામે આવ્યા બાદ જ તેના પર સવાલો ઊઠવા લાગ્યા હતા. કેટલાક દર્શકોને લાગ્યું કે આ વાર્તા મહાભારતના પાત્રો પરથી પ્રેરિત છે. ટ્રેલરમાં એક પાત્ર અભિનેત્રી ઇવા ગિરીને ‘દ્રૌપદી’ કહીને સંબોધે છે. આ સંવાદ બાદ સામે આવેલા આઇટમ ડાન્સને કારણે લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.




