
શ્રીયમની ભૂમિકા માટે નવ મહિનાની મહેનત ‘સુમો દીદી’ માટે શ્રીયમે રોજ આઠ કલાક તાલીમ લીધી ફિલ્મમાં ટ્રકને ધક્કો મારવા સહિતનાં શારીરિક દૃશ્યો તેણે જાતે જ કર્યાં હોવાનો શ્રીયમે દાવો કર્યાે હતો અભિનેત્રી શ્રીયમ ભગનાનીએ ફિલ્મ ‘સુમો દીદી’માં ભારતની પ્રથમ મહિલા સુમો રેસલર હેતલ દવેની ભૂમિકા ભજવવા માટે શારીરિક અને માનસિક સ્તરે ભારે તૈયારી કરી હતી. પોતાની કારકિર્દીનાં પ્રથમ લીડ રોલ માટે તેણે ૯ મહિના સુધી દરરોજ ૭થી ૮ કલાક ટ્રેનિંગ લીધી હતી. આ દરમિયાન તેણે વેઇટ ટ્રેનિંગ, યોગ, ફિઝિયોથેરાપી ઉપરાંત સુમો અને જૂડો રેસલિંગની તાલીમ પણ મેળવી હતી.એક ઇન્ટરવ્યુમાં શ્રીયમે જણાવ્યું કે વાસ્તવિક વ્યક્તિની બાયોપિકમાં કામ કરવાની જવાબદારી સામાન્ય ફિલ્મ કરતાં અલગ હોય છે. હેતલ દવે જીવિત છે અને તેમની ઉંમર પણ શ્રીયમની આસપાસ હોવાથી દર્શકો બંનેની સરખામણી કરી શકે તેમ હતાં. તેથી પડકાર ફિલ્મની મુખ્ય ભૂમિકા ભજવવાનો નહોતો, પરંતુ હેતલની અસાધારણ અને પ્રેરણાદાયી સફરને યોગ્ય રીતે પડદા પર રજૂ કરવાનો હતો.હેતલની ભૂમિકા માટે શ્રીયમે પોતાનું વજન વધાર્યું હતું. તેણે જણાવ્યું કે શરૂઆતમાં તેને લાગતું હતું કે કલાકાર માટે પાત્રની જરૂરિયાત મુજબ શારીરિક પરિવર્તન કરવું સામાન્ય બાબત છે. આમિર ખાન અને જાેની ડેપ જેવા કલાકારોને જાેઈને તેને પણ આ પ્રક્રિયા સ્વાભાવિક લાગતી હતી. જાેકે, વજન વધાર્યા બાદ શૂટિંગ દરમિયાન અલગ-અલગ સ્થળોએ જતાં તેને લોકોનો વ્યવહાર બદલાયેલો જણાયો હતો. શરીરનાં બદલાયેલા આકારને કારણે લોકો તેને અલગ નજરે જાેવા લાગ્યાં હતાં.ફિલ્મમાં ટ્રકને ધક્કો મારવા સહિતનાં શારીરિક દૃશ્યો તેણે જાતે જ કર્યાં હોવાનો શ્રીયમે દાવો કર્યાે હતો. તેના કહેવા પ્રમાણે, આ દૃશ્યો માટે કોઈ AI કે એડિટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેણે કહ્યું, “૯ મહિનાની તાલીમ દરમિયાન મારી અંદર એક ખેલાડીનો જન્મ થયો. કેટલીક બાબતો એવી હતી જે કરી શકીશ એવું મને પોતાને પણ લાગતું નહોતું. આજે પાછળ વળીને જાેઉં છું તો કદાચ એ બધું ફરી કરી શકું તેમ નથી.”જયંત રોહતગીના દિગ્દર્શનમાં બનેલી ‘સુમો દીદી’માં શ્રીયમ ઉપરાંત ચૈતન્ય શર્મા, અનુભા ફતેહપુરા, નીતેશ પાંડે અને રાઘવ ધીર પણ છે. રૂઢિચુસ્ત મારવાડી પરિવારમાંથી આવતી હેતલ સામાજિક વિરોધ અને બોડી-શેમિંગનો સામનો કરીને સુમો રેસલિંગમાં નામ કમાવવાનું સ્વપ્ન સાકાર કરવા જાપાન સુધી પહોંચે છે.




