
સલમાનની માતૃભૂમિના ટ્રેલરને લીલી ઝંડી સલમાનની માતૃભૂમિના ટ્રેલરને સેન્સર બોર્ડની મંજૂરી મળી ગલવાન વેલી યુદ્ધ પર આધારિત ફિલ્મ ૨૦ નવેમ્બરે રિલીઝ થવાની શક્યતા, ચીન નારાજ ન થાય તે માટે ફિલ્મને અટકાવાઈ હતી સલમાનખાનની ફિલ્મ માતૃભૂમિના પોણા પાંચ મિનિટના ટ્રેલરને બુધવારે સેન્સરબોર્ડે પાસ કરી દીધું છે જાેકે, ફિલ્મને સેન્સર બોર્ડની મંજૂરી મળવાની બાકી છે. ગલવાન વેલીનાં યુદ્ધ પરની આ ફિલ્મથી ચીન સાથેના સંબંધો ખરાબ ન થાય તે માટે ફિલ્મને મહિનાઓથી અટકાવી રખાઈ છે અને તેમાં મૂળ વાર્તા સહિત કેટલીય બાબતોના ફેરફાર પણ કરવા માંડયા છે.આટલા સમયમાં પહેલીવાર આ ફિલ્મ માટે કોઈ સારા સમાચાર આવ્યા છે અને હવે ટ્રેલર પાસ થતાં સમગ્ર ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળવાની પણ આશા ઊભી થતાં નિર્માતાઓએ રીલિઝની તૈયારી આદરી છે.મહિનાઓથી ઠેલાયા કરતી ફિલ્મને તેર નવેમ્બરે રીલિઝ કરવાની તૈયારી કરાઇ હતી પણ હવે સેન્સરનું પ્રમાણપત્ર મોડું મળે તેમ હોઇ ફિલ્મ ૨૦ નવેમ્બરે રિલિઝ કરવામાં આવશે તેંમ મનાય છે.બીજી તરફ સની દેઓલની ફિલ્મ સૂર્યાને રિલિઝ કરવા આડેનો કાનુની અંતરાય દૂર થઇ ગયો હોઇ આ ફિલ્મને પણ ૨૦ નવેમ્બરે રિલિઝ કરવાનું આયોજન છે. જાે બંને ફિલ્મો ૨૦ નવેમ્બરે સાથે રીલિઝ થશે તો બોક્સ ઓફિસ પર સલમાન અને સનીની ટક્કર જાેવા મળશે.




