
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજના ફાસ્ટ જમાનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે કોઈના પણ સંપર્કોને વિસ્તારવા માટેનું માધ્યમ બની રહ્યું છે. અને આ માધ્યમથી એકબીજાના પરિચયમાં આવ્યા પછી મોટાભાગના કિસ્સાઓમાં આજાફસાજા જેવો ઘાટ મોટા ભાગે મહિલાઓનો થતો રહ્યો છે.
ગયા સપ્તાહે દિલ્હીમાં પોલીસે સોશિયલ મીડિયા પર એક કન્યાને મિત્રતાનું વચન આપનારા બે યુવકોની ધરપકડ કરી તેણીને બચાવી હતી. આ યુવતી ને મદદગીર વિસ્તારમાં બોલાવીને કપટથી તેના ખોરાકમાં કંઈક ભેળવી દીધું હતું. અને પછી તેણીને બેભાન કર્યા પછી તેના પર બળાત્કાર કર્યો. સારું થયું કે તેની હત્યા કરવામાં ના આવી. આવી ઘટનાઓ ખુબ જ દુઃખદ છે. પરંતુ આપણે સોશિયલ મીડિયાથી કેટલા મિત્રો બનાવવા જોઈએ? અજાણી વ્યક્તિ કે લોકો પર કેટલો વિશ્વાસ કરવો જોઇએ, શું સાવચેતી રાખવી જોઈએ? અને ખરેખર સંબંધોની મર્યાદા શું હોવી જોઈએ? સાયબર જગતમાં પૈસા અને અન્ય સ્તરે બનતી છેતરપિંડી અને એવા બનાવોને જોતા અપરાધનું સ્વરૂપ પણ ઝડપથી વિકૃત થઈ રહ્યું છે.
ત્યારે આ અંગે સાવધાન રહેવાની સાથે સાથે તમામ લોકો માટે જાગૃતિ રાખવી જરૂરી છે. ઘરે બાળકોને સોશિયલ મીડિયા પર મિત્રો બનાવવાની વાત આવે ત્યારે સાવચેત રહેવાની તાલીમ આપવી જોઈએ. કોઈના પર વિશ્વાસ રાખવો એ હવે જોખમોથી મુક્ત નથી. એવો વિશ્વાસએ સંકટને નિમંત્રણ છે. આજે એક તરફ મહિલાઓ જધન્ય હિંસા અને અપરાધનો શિકાર બની રહી છે. તેઓને મારવામાં આવે છે. તેઓનું અપહરણ કરવામાં આવે છે. તેઓ પર બળાત્કાર થાય છે. તેમને સળગાવી દેવામાં આવે છે. અથવા હત્યા કરવામાં આવે છે. કારણ કે સ્ત્રીઓ તેને પોતાનું ભાગ્ય સમજીને સહન કરતી રહે છે જે એક મૂર્ખતા જ છે. માટે સ્ત્રીએ અવાજ ઉઠાવી સામનો કરવાની હિંમત રાખવી જોઈએ.




