
બાળકોના ભવિષ્યને લઈને કરણ જાેહર ચિંતિત.કરણ જાેહર પોતાનાં બાળકોને બોલિવૂડમાં કારકિર્દી બનાવતાં રોકવા માગે છે.યશ અને રૂહી ફિલ્મી દુનિયામાં આવે તે અંગે કરણ જાેહરને ચિંતા, કરીનાએ આપ્યો અલગ અભિપ્રાય.બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર કરણ જાેહરે અનેક નવા કલાકારોને ફિલ્મોમાં તક આપી છે, જેમાંથી કેટલાક આજે સફળ સ્ટાર બની ચૂક્યા છે. જાેકે, પોતાનાં બાળકો યશ અને રૂહી બોલિવૂડમાં કારકિર્દી બનાવે તે અંગે કરણ જાેહર બહુ ઉત્સાહિત નથી. તાજેતરમાં તેણે ખુલાસો કર્યાે હતો કે તે પોતાનાં બાળકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતાં રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. ‘કોફી વિથ કરણ ૯’ના એક એપિસોડમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથેની વાતચીત દરમિયાન કરણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાળકોના ઉછેર અને તેમના ભવિષ્ય અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. કરણના જણાવ્યા અનુસાર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું સરળ નથી. તે પોતાના બાળકોને આ વ્યવસાયમાં આવવાની વાતને બહુ પ્રોત્સાહન આપતો નથી. લોકો તેને આવું કરવા પાછળનું કારણ પૂછે છે, ત્યારે તે કહે છે કે જ્યારે બાળકો આ ક્ષેત્રમાં પ્રવેશશે ત્યારે તેમનું ધ્યાન રાખવા માટે તે ઘણો વૃદ્ધ થઈ ગયો હશે.કરણની વાત સાંભળીને કરીનાએ અલગ અભિપ્રાય વ્યક્ત કર્યાે હતો. તેનાં મતે, માતા-પિતા બાળકોનું વધુ પડતું રક્ષણ કરે છે તે પણ ક્યારેક સમસ્યાનું કારણ બની શકે છે. બાળકોને પોતાની રીતે આગળ વધવાની અને સંઘર્ષ કરીને સફળતા મેળવવાની તક આપવી જાેઈએ. તેણે કહ્યું હતું કે, જાે બાળકોને કોઈ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તેમને પ્રયાસ કરવા દેવા જાેઈએ અને પોતાની મહેનતથી રસ્તો બનાવવાની તક આપવી જાેઈએ. કરણે પણ કરીનાની વાત સાથે સહમતિ દર્શાવી હતી. કરીના અગાઉ જણાવી ચુકી છે કે તેનો મોટો દીકરો તૈમૂર અભિનય કે નાટકમાં ખાસ રસ ધરાવતો નથી, પરંતુ તેને રમતગમત વધુ ગમે છે. તૈમૂર ઘણીવાર કરીનાને પૂછે છે કે શું વિરાટ કોહલી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી તેનાં મિત્રો છે?




