
૪૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ત્રણ મોટી સિદ્ધિ મેળવી રિષભ પંતે ન્યૂઝીલેન્ડમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ ન્યૂઝીલેન્ડની ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો, સૈયદ કિરમાણીનો જૂનો રેકોર્ડ તોડ્યો ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગને કારણે ચર્ચામાં આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વેલિંગ્ટન ટેસ્ટમાં પંતે શાનદાર સદી ફટકારીને એકસાથે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ પોતાના નામે કરી છે.
ચોથા દિવસે તેણે ૧૨૮ રનની યાદગાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે માત્ર સદી જ ફટકારી નહોતી, પરંતુ ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતીય વિકેટકીપર તરીકે સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
રિષભ પંતે વેલિંગ્ટન ટેસ્ટમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની નવમી સદી પૂરી કરી હતી. તેણે છગ્ગો ફટકારીને સદી પૂરી કરતાં મેદાનમાં હાજર દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. આ સાથે જ તે ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે.
પંતે પોતાની ૧૨૮ રનની ઇનિંગ સાથે ભારતીય વિકેટકીપર તરીકે ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. આ પહેલાં આ રેકોર્ડ પૂર્વ ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણીના નામે હતો. તેમણે વર્ષ ૧૯૮૧માં વેલિંગ્ટન ખાતે અણનમ ૮૦ રનની ઇનિંગ રમી હતી. પંતે ૧૨૮ રન બનાવીને ૪૫ વર્ષ જૂનો આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ પંતે મોટી છલાંગ લગાવી છે. તેની નવ ટેસ્ટ સદી સાથે તે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ ૧૭ સદી સાથે પ્રથમ અને ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવર ૧૨ સદી સાથે બીજા સ્થાને છે. પંતની આ સિદ્ધિઓમાં સૌથી ખાસ બાબત એ છે કે તેણે ચારેય જીઈદ્ગછ દેશોમાં ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. SENA એટલે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. આ ચારેય દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર પંત વિશ્વનો માત્ર ત્રીજાે વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. તેના પહેલાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને ઇંગ્લેન્ડના જાેની બેરસ્ટોએ આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત ચારેય SENA દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન પણ બન્યો છે.
પંતે પોતાની જાણીતી આક્રમક શૈલીમાં બેટિંગ કરતાં ૧૨૮ રન બનાવ્યા હતા. ઇનિંગ્સની ૧૪૭મી ઓવરમાં તેણે ચોગ્ગો અને ત્યારબાદ લોંગ ઓફ ઉપરથી છગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. તેની આ ઇનિંગે ભારતીય ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રિષભ પંતની આ ઐતિહાસિક ઇનિંગથી ફરી સાબિત થયું છે કે તે માત્ર વિકેટકીપર જ નહીં, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં મેચનું પાસું પલટી નાખવાની ક્ષમતા ધરાવતો વિશેષ બેટ્સમેન પણ છે.




