Gujarat News: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં પવનની ગતિ તાપમાનમાં કેવા ફેરફારો થશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો હળવો રાઉન્ડ આવ્યા પછી તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. હવે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં પવનની ગતિ અને તાપમાનમાં કેવા ફેરફારો થશે તે અંગેની મહત્વની આગાહી કરી છે. આ સાથે તેમણે હીટવેવની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવ્યું..
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, 2024ની પ્રથમ હીટવેવ નજીકના દિવસોમાં આવે તેવી સંભાવનાઓ છે. ઘણાં વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
પવનની ગતિ સામાન્ય કરતા વધુ છે, ઘણાં વિસ્તારોમાં પવનની ગતિ 14થી 18 કિલોમીટર પ્રતિ કલાકની હતી, જ્યારે કેટલાક ભાગોમાં 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. હવે 15 માર્ચથી પવનની ગતિમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે. પવનની ગતિમાં ઘટાડો થશે તે અનુકૂળ રહેશે તેવી પણ શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી છે. જે ઘટાડો નોંધાશે તે 5-6 દિવસ યથાવત રહી શકે છે.
રાજ્યમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરીને તેમણે જણાવ્યું છે કે…
રાજ્યમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરીને તેમણે જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં જ પ્રથમ હીટવેવ આવવાની સંભાવનાઓ છે. આજથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને 18થી 21 માર્ચ વચ્ચે હીટવેવનો પહેલો રાઉન્ડ નોંધાય તેવી શક્યતાઓ છે. 18 તારીખ સુધીમાં રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.
રાજ્યના અન્ય ભાગોની સાથે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને કપડવંજમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેને પાર જાય તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. જેમાં મહેસાણા, પાલનપુર અને કડી-કલોલના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ જવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે.આ સાથે પરેશ ગોસ્વામીએ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ સાથે 21 માર્ચથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની અને આંશીક રાહત મળવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.આમ પરેશ ગોસ્વામીએ રાજ્યમાં પવનની ગતિમાં ઘટાડો થવાની અને તપામાનમાં વધારો થવાની સંભાવનાઓ તાજી આગાહીમાં કરી છે.