
પાણીજન્ય રોગચાળાને પગલે પાણીના સેમ્પલની તપાસ.શહેરમાં ૧૫ દિવસમાં જ કમળાના ૨૬, ઝાડા ઉલ્ટીના ૧૪૧ કેસ નોંધાયા.ડેન્ગ્યૂના કેસ સામે આવતા કોર્પાેરેશન દ્વારા ૫૨ હજાર કરતા વધુ સીરમ સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા.અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરી માસમાં પાણીજન્ય રોગચાળાના કેસો સામે આવ્યા છે. શહેરમાં કમળાના ૨૬ કેસ અને ઝાડા ઉલ્ટીના ૧૪૧ કેસ ૧૫ દિવસમાં નોંધાયા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસોને પગલે કોર્પાેરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીના નમૂના લઈને તપાસ માટે મોકલ્યા હતા. જેમાં ૧૧ સેમ્પલ અનફીટ જાહેર થયા હતા જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂના ૪ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ફેબ્રુઆરીના ૧૫ દિવસમાં જ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ અને કમળાના કેસો સામે આવતા તંત્ર દોડતું થયું છે. કમળાના ૧૫ દિવસમાં ૨૬ કેસ નોંધાયા છે.
જ્યારે ઝાડા ઉલ્ટીના ૧૪૧ અને ટાઈફોઈડના ૬૫ કેસ સામે આવ્યા છે. પાણીજન્ય રોગચાળાના પગલે કોર્પાેરેશન દ્વારા ૩૫૫૨ પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧ સેમ્પલ અનફીટ જાહેર થયા છે. આ સાથે ચાલુ વર્ષે પાણીના કુલ ૨૬ સેમ્પલ અનફીટ જાહેર થયા હોવાનું જાણવા મળે છે. પાણીજન્ય રોગચાળાની સામે મચ્છરજન્ય રોગચાળો કાબુમાં હોવાનું જણાય છે. ફેબ્રુઆરી માસના ૧૫ દિવસમાં શહેરમાં ડેન્ગ્યૂના ૪ કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના ૨ કેસ જાેવા મળ્યા છે. ઝેરી મેલેરિયા અને ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. ડેન્ગ્યૂના કેસ સામે આવતા કોર્પાેરેશન દ્વારા ૫૨ હજાર કરતા વધુ સીરમ સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા. ચાલુ વર્ષમાં ૨.૨૪ લાખ કરતા વધુ સીરમ સેમ્પલ તપાસ માટે મોકલાયા હોવાનું જાણવા મળે છે.




