Western Railway : દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમદાવાદ અને સાબરમતી વચ્ચેની એક રેલવે લાઇન હંગામી ધોરણે બંધ રહેવાની છે.
જેના કારણે ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ટ્રેન નંબર 09276/09275 ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર-19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ 14 એપ્રિલ 2024થી આગળની સૂચના સુધી અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેવાની છે.
ટ્રેન નંબર-19309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ 15 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી ગાંધીનગર કેપિટલની જગ્યાએ અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ – અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર-09275 આણંદ-ગાંધીનગર કેપિટલ મેમુ સ્પેશિયલ 4 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર-09276 ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ 5 એપ્રિલ 2024થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ અને ટાઈમ-ટેબલ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરોએ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકો છો.