Ballistic Missile: ઉત્તર કોરિયાએ ફરી એકવાર તેના પૂર્વી સમુદ્ર તટ તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. દક્ષિણ કોરિયાની સેનાએ શુક્રવારે આ દાવો કર્યો છે. જો કે, દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ દ્વારા બેલેસ્ટિક મિસાઈલના પ્રક્ષેપણ અથવા માર્ગ અંગે કોઈ તાત્કાલિક માહિતી આપી શકાઈ નથી. તમને જણાવી દઈએ કે તાજેતરના મહિનાઓમાં ઉત્તર કોરિયાએ વિવિધ ફાયરપાવર ક્ષમતાઓ સાથે બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલો તેમજ તાજેતરના સમયમાં વ્યૂહાત્મક રોકેટ લોન્ચ કર્યા છે. જેને તેણે પોતાની સંરક્ષણ ક્ષમતાને અપગ્રેડ કરવાનો એક ભાગ ગણાવ્યો છે.
આ વખતે ફરી આજે સવારે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડી હતી. આ પછી, ઉત્તર કોરિયાના શક્તિશાળી નેતા કિમ જોંગ ઉનની બહેને કહ્યું કે વ્યૂહાત્મક રોકેટ દક્ષિણ કોરિયાના આક્રમણનો જવાબ આપવા માટે છે. જોકે, તેણે પ્યોંગયાંગ દ્વારા શસ્ત્રો વેચવાના આરોપોને નકારી કાઢ્યા છે. આ મિસાઈલનું લોન્ચિંગ એવા સમયે થયું છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ચીનના પૂર્વોત્તર શહેર હાર્બિનની મુલાકાતે છે.
કિમ જોંગ યુદ્ધની તૈયારીમાં વ્યસ્ત છે
આ પહેલીવાર નથી જ્યારે ઉત્તર કોરિયા આટલી શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. આ પહેલા પણ કિમ જોંગ સતત આવી મિસાઈલ અને રોકેટ છોડતો રહ્યો છે. કિમ જોંગ ઉન છેલ્લા ઘણા મહિનાઓથી પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા છે. તેણે ઘણી વખત સેનાને યુદ્ધની તૈયારી કરવાની સૂચના આપી હતી. એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયા અમેરિકા સાથે મુકાબલો કરવા માટે તેના હથિયારોને સતત અપગ્રેડ કરી રહ્યું છે. (રોઇટર્સ)