Cyber Crime: ટેક્નોલોજીના સમયમાં પાછલા થોડા સમયમાં સાઈબર ફ્રોડ અને સ્કેમના કેસ ઝડપથી વધી રહ્યા છે. માટે સ્માર્ટફોન કે પછી લેપટોપમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. લોકો ફ્રોડનો શિકાર ન થાય તેના માટે સરકારી એજન્સી પણ સમય સમય પર એલર્ટ જાહેર કરે છે. આટલું જ નહીં સરકાર ઈન્ટરનેટથી થતા નુકસાનને લઈને પણ લોકોને જાગૃત કરે છે.
સાયબર દોસ્તની તરફથી અમુક ટિપ્સ જણાવવામાં આવી છે જેથી ઈન્ટરનેટમાં સર્ચ કરતી વખતે લોકો ફ્રોડ કે પથી સ્કેમનો શિકાર ન થઈ જાય. સાયબર દોસ્તની આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી છે અને તમને ઈન્ટરનેટના જોખમથી બચાવી શકે છે.
સાયબર ફ્રોડથી બચવા ફોલો કરો આ ટિપ્સ
સાયબર દોસ્તને પહેલા ટિપ્સમાં જણાવ્યું છે તે જો તમે અમુક સર્ચ કરો છો અને તેમાં જે રિઝલ્ટ આવે છે અને તેની સાથે Sponsored લખેલું છે તો તેના પર ક્લિક ન કરો.
જો તમે ગુગલથી સર્ચમાં કોઈનો કસ્ટમર કેર નંબર સર્ચ કરીને કોલ કરો છો તો તમો મોટી ભુલ કરી રહ્યા છે. આ પ્રકારના નંબર તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
જો કોઈ પણ વેબસાઈટથી સર્ચ કરી રહ્યા છો પરંતુ તેના યુઆરએલ પર https નથી લખેલું તો તે સાઈટ પર ક્યારેય પણ ક્લિક કરવાની ભૂલ ન કરો.
ક્યારેય પણ કોઈ એક સાઈટની જાણકારી પર વિશ્વાસ ન કરો. હંમેશા એકથી વધારે સાઈટને જરૂર ચેક કરો.
સમય સમય પર ગુગલ એકાઉન્ટની હિસ્ટ્રીને જરૂર ચેક કરતા રહો. તેનાથી એક મોટો ફાયદો એ હશે કે જો કોઈ તમારૂ જીમેલ ઉપયોગ કરે છે તો તમને તેની જાણકારી મળી જશે.