સુરત સહિત રાજ્યભરમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય જળ મંત્રીએ ચોકબજાર કિલ્લાથી વિકાસ પદયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
ચોક કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધીની પદયાત્રામાં અનેક આગેવાનો જોડાયા હતા. રાજ્યભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના ભાગરૂપે, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના ઐતિહાસિક ચોકબજાર કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધીની ‘વિકાસ પદયાત્રા’ને લીલી ઝંડી આપી હતી. સુરતીઓએ પણ જુદા જુદા બેનરો સાથે ભાગ લીધો હતો.
વિકાસ યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયા
આ મુલાકાત દરમિયાન નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સફળ નેતૃત્વમાં સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્ય પણ વિકાસના નવા આયામ પર પહોંચ્યું છે. 23 વર્ષ પહેલા શરૂ થયેલી વિકાસ યાત્રાએ ગરીબો અને વંચિતો તેમજ બાળકો, મહિલાઓ, ખેડૂતો અને આદિવાસી જૂથો સહિતના નાગરિકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરીને સૌના સહિયારા વિકાસને પ્રાથમિકતા આપી છે.
વાઇબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશ ઉત્સવ, ગરીબ કલ્યાણ મેળો, સેવા સેતુ વગેરે જેવી અનેક વિકાસલક્ષી પહેલો દ્વારા ગુજરાત સમગ્ર ભારત માટે એક મોડેલ રાજ્ય તરીકે વિકસિત થયું છે. વડાપ્રધાનના ઉત્કૃષ્ટ આયોજનને કારણે ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે પણ દેશમાં મોખરે છે. તે જ સમયે, હવે રાજ્ય સરકાર દ્વારા ‘કેચ ધ રેઈન’ પ્રોજેક્ટ હેઠળ વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – ગુજરાતમાં યુવાનોને મળશે નોકરીઓની તક! સરકારના આ મોટા પ્રોજેક્ટ માટે કેન્દ્ર તરફથી મળી મંજૂરી