હાલમાં પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બધાનું ધ્યાન આ મેચ પર છે, પરંતુ આ દરમિયાન IPLને લઈને કંઈક મોટી વાત સામે આવી છે. બીસીસીઆઈએ આઈપીએલની આગામી સિઝનની તારીખોની જાહેરાત કરી છે અને આ અંગે ફ્રેન્ચાઈઝીઓને જાણ કરી છે.
BCCIએ ગુરુવારે તમામ ફ્રેન્ચાઈઝીને ઈ-મેલ મોકલ્યો છે જેમાં તેમને આગામી સિઝનની તારીખો વિશે જાણકારી આપવામાં આવી છે. આગામી સિઝન માટે મેગા ઓક્શન આ મહિનાની 24 અને 25 તારીખે યોજાવાની છે.
આ વર્ષે IPL ક્યારે થશે?
IPL-2025 14 માર્ચથી 25 મે વચ્ચે રમાશે. જ્યારે IPL-2026નું આયોજન 15 માર્ચથી 31 મે વચ્ચે કરવામાં આવશે. IPL-2027 14 માર્ચથી 30 મે વચ્ચે યોજાશે. એટલે કે જો જોવામાં આવે તો BCCI માર્ચથી મે સુધી ત્રણેય સિઝન પૂર્ણ કરવા માંગે છે.
IPL-2025માં કુલ 74 મેચ રમાશે. છેલ્લા ત્રણ વર્ષથી આઈપીએલમાં આટલી જ મેચો રમાઈ રહી છે. જો જોવામાં આવે તો, 2022માં જ્યારે BCCIએ મીડિયા અધિકારો વેચ્યા હતા ત્યારે મેચોની સંખ્યા 10 ઓછી છે. તે મુજબ 2025 અને 2026માં 84 મેચો યોજાવાની હતી. 2027માં 94 મેચ થવાની હતી.
વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે
વિદેશી ખેલાડીઓને લઈને ફ્રેન્ચાઈઝી ખૂબ જ ખુશ છે. ICC પૂર્ણ સભ્ય દેશોના તમામ ખેલાડીઓ આગામી ત્રણ સિઝન માટે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ રહેશે. આમાં પાકિસ્તાન સામેલ નથી.