નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે બજેટ 2024ના ભાષણમાં કરવેરામાં કોઈ ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો નથી. સીતારમણે આયાત ડ્યુટી સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ કર માટે વર્તમાન કર દરો જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે આ બજેટ ભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ બજેટ વિકસિત ભારતને સમર્પિત છે.
આ મામલે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, ‘આ વચગાળાનું બજેટ સમાવિષ્ટ અને નવીન છે. આમાં સાતત્યની ખાતરી છે. તે વિકસિત ભારતના તમામ 4 આધારસ્તંભો – યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. આ બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની ખાતરી આપે છે.
તેણે આગળ કહ્યું કે ‘અમે એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ, તેને હાંસલ કરીએ છીએ અને પછી પોતાના માટે પણ એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ. અમે ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે અને હવે અમે 2 કરોડ વધુ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું, હવે તેને વધારીને 3 કરોડ કરી દીધું છે. હું નિર્મલા જી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.