
ઈન્ડિયા માસ્ટર્સે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સને હરાવીને ટાઇટલ જીત્યું. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા ૧૪૮ રન બનાવ્યા. જવાબમાં, ઇન્ડિયા માસ્ટર્સે 18મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને 6 વિકેટે જીત મેળવી. અંતિમ મેચમાં અંબાતી રાયડુને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો, તેણે લક્ષ્યનો પીછો કરતી વખતે 74 રનની મેચવિનિંગ ઇનિંગ રમી.
અંબાતી રાયડુએ ૫૦ બોલમાં ૭૪ રન બનાવ્યા, આ ઇનિંગમાં તેણે ૩ છગ્ગા અને ૯ ચોગ્ગા ફટકાર્યા. આ ઇનિંગથી ઇન્ડિયા માસ્ટર્સ માટે લક્ષ્ય સરળ બન્યું. કેપ્ટન સચિન તેંડુલકરે 18 બોલમાં 25 રન બનાવ્યા હતા, જેમાં તેનો અપર કટ રમતાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુવરાજ સિંહ ૧૩ રન બનાવીને અણનમ રહ્યા અને સ્ટુઅર્ટ બિન્ની ૧૬ રન બનાવીને અણનમ રહ્યા.
અંબાતી રાયડુ સહિત આ ખેલાડીઓને મળ્યો ઇનામ
માસ્ટરસ્ટ્રોક ઓફ ધ મેચ એવોર્ડ – અંબાતી રાયડુ (9 ચોગ્ગા) – 50,000 રૂપિયા
ફાઇનલમાં સૌથી વધુ છગ્ગા – અંબાતી રાયડુ (3) – 50,000 રૂપિયા
મેચનો ગેમચેન્જર – શાહબાઝ નદીમ (2/12)
પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ – અંબાતી રાયડુ (74 રન) – 50 હજાર રૂપિયા
IML 2025 ના વિજેતા ઇન્ડિયા માસ્ટર્સને 1 કરોડ રૂપિયા મળ્યા
ઈન્ડિયા માસ્ટર્સને ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025નો ખિતાબ જીતવા બદલ ઈનામી રકમ તરીકે 1 કરોડ રૂપિયા મળ્યા.
વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સને ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025 માં રનર-અપ રહેવા બદલ 50 લાખ રૂપિયાની ઇનામ રકમ મળી.
શ્રીલંકાના કુમાર સંગાકારાને ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવા બદલ આ એવોર્ડ મળ્યો. તેમને ઈનામની રકમ તરીકે 5 લાખ રૂપિયા મળ્યા. શેન વોટસનને ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવા બદલ 5 લાખ રૂપિયા મળ્યા. તેણે ટુર્નામેન્ટમાં 25 છગ્ગા ફટકાર્યા છે.
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ઇન્ડિયા માસ્ટર્સ રેકોર્ડ
ટુર્નામેન્ટમાં ઇન્ડિયા માસ્ટર્સનું પ્રદર્શન ઉત્તમ રહ્યું, ટીમે એક સિવાય બધી મેચ જીતી. તેને 9 માર્ચે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ સામે જ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, સચિન તેંડુલકર અને ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 94 રનની વિશાળ જીત નોંધાવી. ફાઇનલમાં, ટીમે વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સને 6 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું.
