
૨૦૧૭માં મળી હતી ઈન્ટરનેશનલ મેચ રમવાની તક.૮ વર્ષ લાંબી રાહ જાેયા બાદ ક્રિકેટર અમિત મિશ્રાએ સન્યાસ લઈ લીધો.અમિત મિશ્રાએ ૨૨ ટેસ્ટ, ૩૬ ODI ૧૦, T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તમામ ફોર્મેટમાં ૧૫૬ વિકેટ લીધી છે.ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા પણ હવે નિવૃત્તિ લેનારા ખેલાડીઓના ક્લબમાં સામેલ થઈ ગયો છે. તેણે પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ ૧ ફેબ્રુઆરી ૨૦૧૭માં મેચ રમી હતી. આ પછી તેને ઈન્ટરનેશનલ ટીમમાં તક મળી નહોતી, આમ તેણે સાડા ૮ વર્ષ કરતા વધુ સમય રાહ જાેયા બાદ આખરે નિવૃત્તિનો ર્નિણય લઈ લીધો છે. તેને ટીમમાં સતત સ્થાન બનાવવાનો મોકો મળ્યો નહોતો, પરંતુ તેણે કેટલીક યાદગાર મેચ પણ રમી છે. અમિત મિશ્રાએ કહ્યું કે વારંવાર ઇજાઓ અને યુવાનોને તકો આપવાને કારણે, તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય લીધો છે. અમિત મિશ્રાએ ૨૨ ટેસ્ટ, ૩૬ ODI ૧૦, T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તમામ ફોર્મેટમાં ૧૫૬ વિકેટ લીધી છે. મિશ્રાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, આજે ૨૫ વર્ષ પછી હું ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. એક એવી રમત જે મારો પહેલો પ્રેમ, મારા શિક્ષક અને મારી ખુશીનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે. અમિત મિશ્રાએ કહ્યું કે શરૂઆતના દિવસોના સંઘર્ષ અને બલિદાનથી લઈને મેદાન પરની અવિસ્મરણીય ક્ષણો સુધી, દરેક પ્રકરણ એક એવો અનુભવ રહ્યો છે જેણે મને એક ક્રિકેટર અને વ્યક્તિ તરીકે ઘડ્યો છે.
નિવૃત્તિ અંગેનો ર્નિણય લીધા બાદ લખ્યું કે આ યાત્રા અસંખ્ય લાગણીઓથી ભરેલી છે. ગર્વ, મુશ્કેલી, શીખવા અને પ્રેમની ક્ષણો જાેડાયેલી છે. હું BCCI હરિયાણા ક્રિકેટ એસોસિએશન, મારા કોચ, સપોર્ટ સ્ટાફ, સાથીદારો અને સૌથી અગત્યનું, ચાહકોનો ખૂબ આભારી છું, જેમના વિશ્વાસ અને સમર્થનથી મને દરેક પગલા પર શક્તિ મળી.
અમિત છેલ્લે ૨૦૧૭માં ભારત માટે રમ્યો હતો. પરંતુ સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ IPL ૨૦૨૪માં રાજસ્થાન રોયલ્સ સામે હતી. મિશ્રા IPL એક અનુભવી ખેલાડી રહ્યો છે અને ૧૬૧ મેચમાં ૧૭૪ વિકેટ સાથે સાતમા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે તેમની કારકિર્દીનો અંત લાવ્યો છે. IPL ઇતિહાસમાં ત્રણ હેટ્રિક લેનાર એકમાત્ર બોલર હોવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
