
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં હજારોની ભીડ વચ્ચે બે સાંસદોએ મંત્રીની ધોતી ખેંચી હતી : ર૯ વરસ બાદ કોર્ટે કેસ ઉપર પુર્ણવિરામ મુકયું
સરદાર પટેલ સ્ટેડીયમમાં ભાજપના એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના તત્કાલીન મંત્રી આત્મારામ પટેલની ધોતી ખેંચવાના મામલામાં ર૯ વરસ બાદ શહેરની એક સેશન્સ કોર્ટે ગુરૂવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી એ કે પટેલ જે ગુજરાત ભાજપના પહેલા બે લોકસભા સભ્યોમાંથી એક હતા. તેમના વિરૂધ્ધ ગુન્હાહીત મામલો ખતમ કરી દીધો છે, ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના રીપોર્ટ અનુસાર સરકારી વકીલે કેસને
બંધ કરવાની અપીલ કરી હતી. કારણ કે પીડીત અને એક આરોપીનુ મૃત્યુ સુનાવણી દરમિયાન થઈ ચુકયુ છે. આ મામલામાં એક અન્ય ભાજપ નેતા મંગળદાસ પટેલ પણ આરોપી હતા. તેમનુ નિધન થઈ ચુકયુ છે. તો વળી પીડીત આત્મારામ પટેલનુ પણ નિધન થઈ ચુકયુ છે. આ મામલો નારણપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતાની કલમ ૩૦૭ અંતર્ગત નોંધાઈ હતી. તેમના પર ૧૯૯૬ માં મંત્રી પર કથિત રીતે હુમલો કરવા અને તેમની ધોતી ખેંચવાનો આરોપ હતો. મંગળદાસ હવે આ દુનિયામાં નથી, આરોપીએ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સાથે મતભેદના સમયે શંકરસિંહ વાઘેલાનુ સમર્થન કર્યુ હતું. આ ઘટના ભાજપના સીનીયર નેતા અટલ બિહારી વાજપેઈ દ્વારા સભાને સંબોધન કર્યાના તરત બાદ થઈ હતી. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે ૯પ વર્ષીય પૂર્વ સાંસદ વિરૂધ્ધ કેસ પાછો ખેંચવા માટે સીઆરપીસીની કલમ ૩ર૧ અંતર્ગત એક આવેદન આપ્યુ હતું. આ કેસના સહ અભિયુકત મંગળદાસ પટેલ અનેસાક્ષી પીડીત આત્મારામ પટેલનુ કેસ દરમિયાન નિધન થઈ ગયુ હતું.
બનાવો સાંભળ્યા બાદ એડીશનલ સેશન્સ જજ એચ જી પંડયાએ જણાવ્યુ હતુ કે આ કેસ ર૮ વરસ પહેલા થયેલા આંતરીક રાજકીય પક્ષના વિવાદ સાથે સંબંધીત છે અને પીડીત આત્મારામભાઈ મગનભાઈ પટેલનુ અવસાન થયુ છે. સરકારી વકીલ દ્વારા કેસ પાછો ખેંચવાની વિનંતી સારી નિષ્ઠાથી કરવામાં આવી હોય તેવુ લાગે છે અને કેસ પાછો ખેંચવા પર પુરતો વિચાર કરવામાં આવ્યો છે તેથી રેકોર્ડ અને ગુન્હાના સ્વરૂપને ધ્યાનમાં રાખીને, ન્યાયના હીતમાં સીઆરપીસીની કલમ-૩ર૧ હેઠળ કેસ પાછો ખેંચવાની મંજુરી આપવી યોગ્ય છે. આ અગાઉ ૩૦ જાન્યુઆરી ર૦૧૮ ના રોજ મેટ્રોપોલીટન કોર્ટે વીએચપી નેતા પ્રવિણ તોગડીયા અને દસ્ક્રોઈભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિત ૪૧ ભાજપના કાર્યકરો અને રાજકારણીયો સામે સંબંધીત ફોજદારી કેસ ફગાવી દીધો હતો.
