
૧૧ લાખનો જથ્થો જપ્ત કરાયો.ઇડરના ઉમેદપુરા ગામમાં ગાંજાનું મોટું વાવેતર પકડાયું.ઇડર પોલીસે બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.ઈડર તાલુકાના ઉમેદપુરા ગામે આવેલા માળિયાવાળા કૂવા તરીકે ઓળખાતી જગ્યા પર ગેરકાયદે ઉગાડવામાં આવેલા ગાંજાના ૧૮૭ છોડ કિં.રૂ. ૧૧,૩૯,૯૬૦નો જથ્થો ઇડર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે ખેતર માલિક અને ભાગેથી વાવેતર કરનારા એમ બે જણાને ઇડર પોલીસે ઝડપી લઈ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસસૂત્રોમાંથી મળતી મહિતી મુજબ ઇડર તાલુકા ઉમેદપુરા ગામના મહેન્દ્રભાઈ જયંતીભાઈ પટેલના માલિકીના માળિયાવાળા કૂવા ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરાયું હતું. આ અંગેની પોલીસને માહિતી મળતાં ઇડર પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લીલા તથા સૂકા ગાંજાના કુલ ૧૮૭ છોડ મળી આવ્યા હતા.ગાજાના છોડનું કુલ વજન ૧૧૪ કિલો ૪૧ ગ્રામ હતું. જેની આશરે કિં.રૂ.૧૧,૩૯,૯૬૦નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. બને આરોપીઓ સામે ગેરકાયદે ગાંજાના છોડ ઉગાડીને અને કાપણી કરીને સ્થળ પર જ રાખ્યા હતા. ઇડર પોલીસે બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ ચાલુ છે.
