
SC એ આપી રાહત.રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને જામીન મળ્યા.ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં ૨૭ લોકોના મોતના નીપજ્યા હતા. ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે.રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકોના મોત થયા હતા.
અગ્નિકાંડ કેસ મામલે સુપ્રીમ કોર્ટે અગાઉ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા હતા. જ્યારે વધુ એક જમીન માલિક કિરીટસિંહ જાડેજાના વકીલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના જામીન મંજૂર કરતો હુમકો કર્યો છે.
તમને જણાવી દઈએ કે, સમગ્ર ગુજરાતને હચમચાવનાર આ ગોઝારો અગ્નિકાંડ ગઈ તા. ૨૫-૫-૨૦૨૪ ના રોજ સર્જાયો હતો.
જેમાં ૨૭ નિર્દોષ લોકો ભડથું થઈ ગયા હતા. તપાસના અંતે પોલીસે કુલ ૧૫ આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ વિરૂધ્ધ ગઈ તા.૨૪-૭-૨૦૨૪ ના રોજ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસે સાર્જશીટ ફાઈલ કરી હતી.
