
ભારતનું આગામી મિશન દ. આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ, વન ડે અને T20 સિરીઝ બંને ટીમો પહેલા બે ટેસ્ટમાં એકબીજાનો સામનો કરશે, ત્યારબાદ ત્રણ ODI અને અંતે પાંચ T20 મેચ રમશે.ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પુરો થયો છે. ભારતે પાંચ મેચની T20 સિરીઝ ૨-૧થી જીતીને શાનદાર પ્રદર્શન સાથે પ્રવાસનો અંત કર્યો. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની ODI સિરીઝમાં ભારતને ૨-૧થી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા એક નવા પડકાર માટે તૈયાર છે. તેનું આગામી મિશન દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ, વન ડે અને T20 સિરીઝ છે. આ એ જ ટીમ છે જે છેલ્લા ૨૫ વર્ષથી ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સ્વપ્ન જાેઈ રહી છે. બંને ટીમો પહેલા બે ટેસ્ટમાં એકબીજાનો સામનો કરશે, ત્યારબાદ ત્રણ ODI અને અંતે પાંચ T20 મેચ રમશે. આ સિરીઝ ૧૪ નવેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ભારતીય ભૂમિ પર રમાશે.
ટેસ્ટ સિરીઝ ૧૪ નવેમ્બરથી શરૂ થશે
પહેલી ટેસ્ટ – ૧૪થી ૧૮ નવેમ્બર, કોલકાતા.
બીજી ટેસ્ટ – ૨૧થી ૨૬ નવેમ્બર, ગુવાહાટી
મેચો કેટલા વાગ્યે શરૂ થશે ?
ટેસ્ટ મેચો સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થશે. વનડે મેચો બપોરે ૧:૩૦ વાગ્યે શરૂ થશે, જ્યારે ટી૨૦ મેચો સાંજે ૭:૦૦ વાગ્યે શરૂ થશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા ODI શેડ્યૂલ
પ્રથમ ODI – ૩૦ નવેમ્બર, રાંચી
બીજી ODI- ૩ ડિસેમ્બર, રાયપુર
ત્રીજી ODI- ૬ ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ
ભારત અને દક્ષિણ આફ્રિકા ્૨૦ શેડ્યૂલ
પ્રથમ T20 મેચ – ૯ ડિસેમ્બર, કટક
બીજી T20 મેચ – ૧૧ ડિસેમ્બર, ન્યુ ચંદીગઢ
ત્રીજી T20 મેચ – ૧૪ ડિસેમ્બર, ધર્મશાલા
ચોથી T20 મેચ – ૧૭ ડિસેમ્બર, લખનૌ
પાંચમી T20 મેચ – ૧૯ ડિસેમ્બર, અમદાવાદ
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશદીપ.




