
અનુષ્કા શર્મા અટવાયેલી ફિલ્મ ચકદા એક્સપ્રેસને રિલીઝ કરવાના પ્રયાસમાં ચકદા એક્સપ્રેસ ફિલ્મને ૨૦૨૩માં રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ કોઇ કારણોસર તે અટકી પડી હતીઅનુષ્કા શર્મા ૭ વરસથી રૂપેરી પડદે કમબેક કરવાની તૈયારી કરી રહી છે. તેની અટકી પડેલી ચકદા એક્સપ્રેસને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાના પ્રયાસ રૂપે વાતચીત કરી રહી છે. ચકદા એક્સપ્રેસનું નિર્માણ નેટફ્લિક્સને જાેઇતું હતું તે રીતે ન બન્યું હોવાથી ફિલ્મ બાબતે વિવાદ થયો હતો અને તેથી જ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી નહીં. હવે અનુષ્કા શર્મા ફિલ્મને રિલીઝ કરવાના પ્રયાસ કરીરહી છે.તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત પછી અનુષ્કા
પોતાની ફિલ્મને રિલીઝ કરવાનો ફાયદો ઉઠાવવા માંગે છે. ચકદા એક્સપ્રેસને ફિલ્મસર્જક ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિકસના અધિકારીઓને લેખિત સંદેશો મોકલીને ફિલ્મ રિલીઝ કરવાનું કહી રહી છે. એક સૂત્રે જણાવ્યું હતું કે, અણે નેટફ્લિકસને વ્યક્તિગત રીતે ચિઠ્ઠી લખીને ફિલ્મને રિલીઝ કરવાનું કીધું છે. અનુષ્કા શર્માની ચકદા એક્સપ્રેસ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨માં પુરી થઇ ગઇ હતી. આ ફિલ્મને ૨૦૨૩માં રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ કોઇ કારણોસર તે અટકી પડી હતી.હવે મળેલી માહિતી અનુસાર, અનુષ્કા શર્મા ૭ વરસ પછી ચકદા એક્સપ્રેસને રિલીઝ કરવાના પ્રયાસ કરી રહી છે.




