
તવાયફો નવાબો માટે મુજરા નહીં કરે તે રીતે વાર્તા વિકસાવશે.સંજય લીલા ભણશાલી હીરામંડી ટુની બનાવવાની તૈયારીમાં હીરામંડીમાં અદિતી રાવ હૈદરી, મનીષા કોઇરાલા, ઋચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા, ફરીદા જલાલ અને શર્મનિ સાહગલે મહત્વના રોલ નિભાવ્યા હતાસંજય લીલા ભણશાલીએ હીરામંડી ટુ પર કામ શરૂ કરી દીધું છે. સીરીઝના લેખકે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હાલ અમે સીરીઝના રાઇટિંગ સ્ટેજ પર છીએ. હાલ કેરેકટરઅને સ્ટોરી લાઇન પર કામ ચાલી રહ્યું છે.બીજી સીરીઝની વાર્તામાં તવાયફો નવાબો માટે મુજરા નહીં કરે તે રીતે વિકસાવવામાં આવશે,પરંતુ તેઓ ફિલ્મ માટે નૃત્ય કરતી જાેવા મળશે. હીરામંડી ટુમાં
લાહોરથી આ તવાયફો નીકળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે એમ દર્શાવામાં આવશે. વિભાજન પછી લાહોર છોડીને મોટા ભાગની નૃત્યાંગનાઓ મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કોલકત્તા ઇન્ડસ્ટ્રીમાં ઠરીઠામ થતી દેખાડવામાં આવશે. તો હીરા મંડીની બજારનો વેપાર તો નૃત્ય કરીને પૈસા કમાવવાનો છે તે જ રહેશે. પરંતુ આ વખતે તેઓ નવાબો માટે નહીં પરતુ ફિલ્મ નિર્માતાઓ માટે ડાન્સ કરતી જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે, હીરામંડીમાં અદિતી રાવ હૈદરી, મનીષા કોઇરાલા, ઋચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા, ફરીદા જલાલ અને શર્મનિ સાહગલે મહત્વના રોલ નિભાવ્યા હતા. જાેકે આ સીરીઝમાં મૂળ સીરીઝના જ કલાકારો હશે કે નહીં તે વિશે ભણશાલી તેમજ સીરીઝીની ટીમે કોઇ સ્પષ્ટતા કરી નથી.




