
આર્થિક ઠગાઈના આરોપ બાદ કાર્યવાહીસુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસો.ના પ્રમુખની ધરપકડ કરવામાં આવીકરોડોની ઠગાઈ અને બોગસ દસ્તાવેજના કેસમાં સુરતની ઈકો સેલની ટીમે કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સામે પગલાં લીધાસુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. કરોડોની ઠગાઈ અને બોગસ દસ્તાવેજના કેસમાં સુરતની ઈકો સેલની ટીમે પગલાં લીધા છે.બોગસ પાવર ઓફ એટર્નીથી ૨.૯૨ કરોડની લોન મેળવાઈ હતી. જે મામલે તેમના ભાઈના પત્ની અને દીકરીએ ફરિયાદ કરી હતી. કનૈયાલાલ રાહત માટે છેક સુપ્રીમ કોર્ટ ગયા હતા. સુપ્રીમના આદેશનું પાલન ન થતા તેમનું વચગાળાનું રક્ષણ રદ કરાયું હતું. જેથી તેમની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર SDCA ના પ્રમુખ કનૈયાલાલની ધરપકડ સુરત ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે કનૈયાલાલે તેમના સગાના નામે બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરાવી હતી. આ દસ્તાવેજના આધારે બજાજ ફાઈનાન્સમાંથી ૨.૯૨ કરોડની લોન લીધી હતી. લોન મંજૂર થયા બાદ હપ્તા ન ભરવામાં આવતા કંપની તરફથી નોટિસો તેમના સગાને મોકલવામાં આવી હતી.
સંબંધીને નોટિસ મળતા તેમની પાસે વાસ્તવિક દસ્તાવેજાે ન હોવાથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સંબંધીએ કનૈયા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની ફરિયાદ ઇકો સેલમાં નોંધાવી છે. પોલીસ દ્વારા દસ્તાવેજાેની ફોરેન્સિક તપાસ બાદ બોગસ સહી અને ખોટા કાગળો તૈયાર કર્યાં હોવાની માહિતી સામે આવતા કેસ વધુ મજબૂત બન્યો છે.
કનૈયાલાલ દ્વારા આ કેસમાં આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી રાહત ન મળતા મામલો હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૬ સપ્તાહમાં ૨.૯૨ કરોડની લોન ચુકવવા અને બોગસ દસ્તાવેજાે સંબંધિત પક્ષને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પછી કનૈયાલાલ દ્વારા લોનની ચુકવણી કરી દેવામાં આવી હતી. પરંતુ મહત્વના દસ્તાવેજાે પરત ન કરતા ફરિયાદીએ રિમાર્ક દાખલ કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન રદ્દ કરતા ઇકો સેલ દ્વારા કનૈયાલાલે ઝડપી લેવામાં આવ્યા છે.




