
નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૧ તથા વિભાગ-૨ની કચેરીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર કાર્યક્ષેત્રમાં ફેરફારનો અમલ પહેલી ડિસેમ્બરથી આવશે
સ્ટેમ્પ ડેપ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ-૧ અમદાવાદના નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મહેસૂલ વિભાગના તા. ૧૪/૧૧/૨૦૨૫ના જાહેરનામા નંબર – GHM/2025/215/M/RD/ GSA/e-file/15/2023/1210/H1(Stamps) તથા માન. સુપ્રી. ઓફ સ્ટેમ્પ્સશ્રી ગુ.રા.ગાંધીનગરના તા. ૧૯/૧૧/૨૦૨૫ના ઈ સરકાર ફાઈલ નં. ૨૧૭/૨૦૨૫/૪૧૯૩/કાયદા બ્રાન્ચના પત્રથી નાયબ કલેક્ટરશ્રી અમદાવાદ વિભાગ-૧ અને વિભાગ-૨ની કચેરીઓની કામગીરી માટે તા. ૦૧/૧૨/૨૦૨૫થી નીચે મુજબ સબ રજિસ્ટ્રાર કચેરીઓની વહેંચણી કરવામાં આવી છે.
નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનતંત્રની કચેરી, અમદાવાદ વિભાગ-૧ હેઠળ અમદાવાદ સિટી અને જિલ્લાની રજિસ્ટ્રાર કચેરીઓમાંથી અમદાવાદ-૧ (સિટી), અમદાવાદ-૫ (નારોલ), અમદાવાદ-૬ (નરોડા), અમદાવાદ-૭ (ઓઢવ), અમદાવાદ -૧૧ (અસલાલી), અમદાવાદ-૧૨ (નિકોલ), અમદાવાદ-૧૪ (વસ્ત્રાલ), ધોળકા, ધોલેરા અને બાવળાની સબ રજિસ્ટ્રાર કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનતંત્રની કચેરી, અમદાવાદ વિભાગ-૨ હેઠળ અમદાવાદ સિટી અને જિલ્લાની રજિસ્ટ્રાર કચેરીઓમાંથી અમદાવાદ-૨ (વાડજ), અમદાવાદ-૩ (મેમનગર), અમદાવાદ-૪(પાલડી), અમદાવાદ-૮ (સોલા), અમદાવાદ-૯ (બોપલ), અમદાવાદ-૧૦ (વેજલપુર),અમદાવાદ-૧૩ (સાબરમતી), વિરમગામ, માંડલ, દેત્રોજ (રામપુરા) અને સાણંદની સબ રજિસ્ટ્રાર કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એવું નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ-૧, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.




