
૨૭ દસ્તાવેજાેને નિયમ મુજબ ફ્લાઈટ પહેલા ચકાસવાના હોય છ.એર ઈન્ડિયાના વિમાને એરવર્થીનેસ સર્ટિ. વિના સંખ્યાબંધ ઊડાન ભરી.ફ્લાઈટ કમિટીએ હાથ ધરેલી પ્રાથમિક તપાસ બાદ ૬ થી ૮ પાઈલટ સામે પગલાં લેવાય તેવી શક્યતા. અમદાવાદ એરપોર્ટ નજીક પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ દેશભરની તમામ એરલાઈન્સ માટે ઊડાન શરૂ કરતા પહેલાં નિયત જાેગવાઈઓનું ચુસ્ત પાલન કરવાની સૂચના જારી કરાઈ હતી. એર ઈન્ડિયાના એરબસ એ-૩૨૦ નીઓ પ્લેનને એરવર્થીનેસ સર્ટિફિકેશન ન હોવા છતાં અનેક વખત ઓપરેટ કરાયું હોવાની ઘટના ધ્યાને આવી છે. નવેમ્બર મહિનામાં એરવર્થીનેસ સર્ટિફિકેટ વગર વિમાનને ઓપરેટ કરવાની ઘટનામાં ધ ડિરક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ૨૬ નવેમ્બરે એરવર્થીનેસ સર્ટિફિકેટ વગરના વિમાને ઊડાન ભરી હોવાનું ધ્યાને આવતા ડીજીસીએ દ્વારા એરલાઈનને ર્નિદેશ અપાયા છે અને આ મામલે આંતરિક તપાસ હાથ ધરી જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
એ-૩૨૦ નીઓ એરક્રાફ્ટની ઘટના સંદર્ભે એર ઈન્ડિયાના એકાઉન્ટેબલ મેનેજર અને ડિરેક્ટર ઓફ ફ્લાઈટ ઓપરેશન્સ મનીષ ઉપ્પલે તમામ પાઈટલને એક સૂચના પાઠવી છે અને તમામને પૂરતા દસ્તાવેજાેની માન્યતા ચકાસવાની જવાબદારી યાદ કરવી છે. એર ઈન્ડિયા તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી. જાે કે સૂત્રોના જણાવ્યા મુજબ, ચાર વર્ષ જૂનું એરક્રાફ્ટ એ ૩૨૦ નીઓ વિસ્તારા એરલાઈન્સ પાસે હતું અને લાંબા સમયથી તેનું એરવર્થીનેસ સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હતું. ૨૪ નવેમ્બરે એરલાઈન્સ દ્વારા એરક્રાફ્ટને સેવામાં નહીં લેવા ર્નિણય લેવાયો હતો. આમ છતાં, આ જ એરક્રાફ્ટને દિલ્હી-બેંગલુરુ-મુંબઈની ફ્લાઈટમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. બીજા દિવસે એટલે કે ૨૫ નવેમ્બરે પણ આ જ એરક્રાફ્ટનો ઉપયોગ મુંબઈ-દિલ્હી-મુંબઈ અને મુંબઈ-હૈદરાબાદ-મુંબઈની ફ્લાઈટમાં થયો હતો. બાદમાં ૨૫ નવેમ્બરે જ એરક્રાફ્ટને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું અને તે સમયે પ્લેન પાસે એરવર્થીનેસ સર્ટિફિકેટ ન હોવાનું એન્જિનિયર્સના ધ્યાને આવ્યું હતું. આ ઘટના બાદ ફ્લાઈટ ઓપરેશન્સ કમિટીએ સંબંધિત પાઈલટ સામે પગલાં લેવા તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં છથી ૮ પાઈલટ સામે પગલાં લેવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. દરમિયાન સોમવારે ઉપ્પલે આપેલા ર્નિદેશોમાં તમામ ફ્લાઈટ ક્રૂ માટે દરેક ફ્લાઈટ પહેલા જરૂરી એરક્રાફ્ટ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવા જણાવાયું છે. આવા ૨૭ દસ્તાવેજાેને નિયમ મુજબ ફ્લાઈટ પહેલા ચકાસવાના હોય છે.




