
ક્ષત્રિય સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી પદ્માવત ફિલ્મના વિરોધમાં ક્ષત્રિયો ઉપર થયેલા કેસો પરત ખેંચાયા પદ્માવત ફિલ્મ વિવાદ સમયે મહેસાણા અને વિજાપુર પોલીસ સ્ટેશનના મુખ્ય બે કેસો સહિત કુલ ૧૧ કેસો પરત ખેંચાયા
ક્ષત્રિય સમાજ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે અને ક્ષત્રિય આગેવાનોએ સરકાર પર કરેલા પ્રેશરની લડાઈમાં સફળતા મળી છે. રાજપૂત સમાજને સૌથી મોટી સફળતા મળી છે. પદ્માવત ફિલ્મ સમયે થયેલા કેસો પરત ખેંચાયા છે.
પદ્માવત ફિલ્મ સમયે વિરોધ ના પગલે ક્ષત્રિયો પર થયેલા બે સહિત નાના મોટા ૧૧ કેસ પરત ખેંચાયા છે. મહેસાણ પોલીસ સ્ટેશન તથા વિજાપુર પોલીસ સ્ટેશન હસ્તકના કેસો પરત ખેંચાયા છે. મહેસાણા તથા મહુડી પાસે થયેલા બનાવોમાં કેસ થયા હતા. ગત જૂલાઈ ૨૦૨૫ માં કેસો પરત ખેંચવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ રજૂઆત કરી હતી. જેમાં સરકારે હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. હવે એમાં સફળતા મળી છે.
ગુજરાત સરકારે મહુડી અને મહેસાણા પોલીસ સ્ટેશન હેઠળના કેસો કોર્ટમાં રજૂ કરીને પરત ખેંચવાની મંજૂરી મેળવી છે. કુલ ૧૧ કેસ (મહેસાણા સેશન્સ કેસ નં. ૫૪-૨૦૧૮થી ૧૩૬-૨૦૨૩ સુધીના) પરત ખેંચાયા છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ રજૂઆત કરવામાં આવી હતી.
આ સાથે શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડા અને અશ્વિનસિંહ સરવૈયા સહિત આગેવાનો હાજર રહ્યાં હતા. કેસ પરત ખેંચાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનો આભાર વ્યક્ત કરાયો.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭-૧૮માં પદ્માવત ફિલ્મ વિરુદ્ધ આંદોલન દરમિયાન યુવાનો પર કેસ થયા હતા. આ કેસો સંજય લીલા ભણસાલીની ફિલ્મ દ્વારા ક્ષત્રિય સંસ્કૃતિના ખોટા ચિત્રણ સામે હતા. અમદાવાદના કેસો હજુ પેન્ડિંગ છે, કાર્યવાહી ચાલુ રહેશે. આ લડાઈમાં મહેન્દ્રસિંહ જાડેજા અને જયદેવસિંહ ચાવડાએ કાયદાકીય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૨૦૧૭ માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ પદ્માવત “ વખતે ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોની દેશના બોલિવુડના માધ્યમથી ક્ષત્રિય સમાજના સંસ્કારોનું ખોટું ચિત્રણ કરી ને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવી ફિલ્મ બનાવી હતી. જેના વિરોધમાં સમગ્ર દેશના અને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક પોલીસ કેસ થયા હતા. આ ઉગ્ર આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર સામે ન હતું પરંતુ ક્ષત્રિય સમાજને બદનામ કરતા સંજય લીલા ભણસાલી સામે હતું અને ફિલ્મના માધ્યમથી ક્ષત્રિય સમાજને બદનામ કરી , ભારતીય નારીને ન શોભે તેવા કાલ્પનિક દ્રશ્યો બતાવી પ્રેક્ષકો ખેંચવા અને બોક્સ ઓફીસ છલકાવાનું એક કાવતરું હતું.




