
સરકારે કહ્યું- જરૂર પડે તો ટ્રિબ્યુનલ પાસે જાઓ.વક્ફ સંપત્તિઓના રજિસ્ટ્રેશન માટે વધુ ૩ મહિનાનો ગ્રેસ પિરિયડ અપાયો.દેશમાં હજુ પણ લાખો સંપત્તિઓ પોર્ટલ પણ નોંધાઇ નથી.ઉમ્મીદ પોર્ટલ પર વક્ફ સંપત્તિઓને રજિસ્ટર કરવાનો છ મહિનાનો સમયગાળો શુક્રવારે (૫ ડિસમેબ્ર) સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ, લાખો સંપત્તિઓ હજુ પણ રજિસ્ટ્રેશનથી બહાર છે. એવામાં તેમને રાહત આપતા કેન્દ્ર સરકારે વક્ફ સંપત્તિઓની નોંધણી માટે ૩ મહિનાની રાહત આપવાનો ર્નિણય લીધો છે.
અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, આજે વક્ફ સંપત્તિ રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે. આખા દેશમાં હજુ પણ લાખો સંપત્તિઓ પોર્ટલ પણ નોંધાઇ નથી. અનેક સાંસદ, સામાજિક નેતા અને વક્ફ સાથે જાેડાયેલા પ્રતિનિધિ મને મળ્યા અને સમય વધારવાની માંગ કરી. સુપ્રીમ કોર્ટના આદેશના કારણે આ આ સમયમર્યાદા સીધી રીતે વધારી નથી શકતા. પરંતુ, જે લોકોએ પ્રયાસ કર્યા અને કોઈ કારણોસર રજિસ્ટ્રેશન નથી થઈ શક્યું, તેમની સામે ત્રણ મહિના સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઈ પેનલ્ટી કે દંડ નહીં લાગે.
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી ૧,૫૧,૦૦૦થી વધુ વક્ફ સંપત્તિઓનું રજિસ્ટ્રેશન થઈ ચુક્યું છે. જેમાં કર્ણાટક (૫૦,૮૦૦), પંજાબ, જમ્મુ-કાશ્મીર અને અનેક અન્ય રાજ્યોએ સારૂ પ્રદર્શન કર્યું છે.
વળી, અમુક મોટા રાજ્યોમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ધીમી રહી. અનેક ક્ષેત્રોમાંથી ફરિયાદ મળી કે, ઉમ્મીદ પોર્ટલ ધીમું રહ્યું હતું અથવા લોકોની પાસે જરૂરી દસ્તાવેજ નહતા. અમે ઈચ્છીએ છીએ કે, કોઈપણ વ્યક્તિ કોઈપણ મુશ્કેલી વિના પોતાની વક્ફ સંપત્તિ રજિસ્ટર કરાવી શકે. તેથી ત્રણ મહિના સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે.
મંત્રી રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે, સુપ્રીમ કોર્ટે છ મહિનાની સમયમર્યાદા નક્કી કરી હતી અને કેન્દ્ર સરકાર તેને સીધી રીતે વધારી શકતી નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, ૬ મહિનાની સમયમર્યાદા બાદ તારીખ આગળ વધારી નહીં શકાય. પરંતુ, ટ્રિબ્યુનલ પાસે અધિકાર છે કે, તે સ્થિતિ સમજીને છ મહિનાથી વધુના સમયે રાહત આપી શકે છે. તેથી જેને મુશ્કેલી થઈ, તે વક્ફ ટ્રિબ્યુનલનો સંપર્ક કરે. કેન્દ્ર સરકાર હંમેશા લોકોની મદદ કરવા માટે તૈયાર છે. પરંતુ, વક્ફ સંશોદન કાયદો સંસદે પસાર કર્યો છે, તેથી તેમાં બદલાવ સ્વયં કરી શકતા નથી.
કિરેન રિજિજૂએ કહ્યું કે, મારૂ વચન છે, જે લોકો આજની તારીખ સુધી રજિસ્ટ્રેશનનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને આવતા ત્રણ મહિના સુધી કોઈ તકલીફ નહીં પડે. અમે દરેક શક્ય સહયોગ આપીશું. જાેકે, અમુક રાજ્યોએ સમયસર મદદ ન કરી અને જનતામાં જાગૃતિ ન ફેલાવી તેથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો. હું દરેક રાજ્ય સરકારોને અપીલ કરૂ છું કે, તેઓ આગળથી તમામ જવાબદારી નિભાવે જેથી વક્ફ સંપત્તિના રજિસ્ટ્રેશનમાં પારદર્શિતા આવે અને ભવિષ્યમાં કોઈને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.




