
સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે, ૮ંર પે કમિશન રિવિઝન પણ કરશે.એટલે કે આવનારા સમયમાં માત્ર સેલેરી જ નહીં, પરંતુ પેન્શનમાં પણ ફેરફાર જાેવા મળી શકે છે.કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આખરે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સપ્તાહથી ચાલી રહેલી ચર્ચાઓ અને ટેન્શન બાદ સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે, ૮ંર પે કમિશન રિવિઝન પણ કરશે. એટલે કે આવનારા સમયમાં માત્ર સેલેરી જ નહીં, પરંતુ પેન્શનમાં પણ ફેરફાર જાેવા મળી શકે છે. આ જાણકારી નાણા મંત્રાલયે રાજ્યસભામાં આપી ત્યારથી પેન્શનર્સે રાહતનો શ્વાસ લીધો છે.
શું 8th Pay Commission પેન્શન રિવાઇઝ કરશે? :- જી હાં. રાજ્યસભામાં પૂછવામાં આવેલા સવાલ પર નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, 8th Pay Commission નું કામ પગાર, ભથ્થાઓ અને પેન્શન ત્રણેય અંગે ભલામણો કરવાનું છે. આ પહેલા ઘણા કર્મચારીઓ અને પેન્શનર સંગઠન સરકારીને પત્ર લખીને માંગ કરી રહ્યા હતા કે,ToR (Terms of Reference) માં પેન્શનનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરવામાં આવે. હવે સરકારે સ્થિતિને એકદમ સ્પષ્ટ કરી દીધી છે.
શું DA ને બેઝિકમાં મર્જ કરવામાં આવશે? :- કર્મચારીઓના મનમાં સૌથી મોટો સવાલ હતો કે શું DA ને બેઝિક સેલેરીમાં મર્જ કરવામાં આવશે? સરકારે તેનો જવાબ સ્પષ્ટ ‘ના’ માં આપ્યો છે. પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે, DA ને બેઝિક પેમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ સરકારની પાસે નથી. જાેકે, યુનિયન્સની માંગ રહી છે કે જ્યારે ડ્ઢછ ૫૦%ની પાર થઈ જાય, તો તેને બેઝિકમાં મર્જ કરી દેવો જાેઈએ. પરંતુ હાલ સરકારે આવું કોઈ પગલું ઉઠાવશે નહીં.
શું 8th Pay Commission બની ગયું છે? :- જી હાં. સરકારે ૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ઓફિશિયલી 8th Pay કમિશનનું ગઠન કર્યું છે. જેમાં ચેરમેન અને સભ્યો પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે અને ્ર્ઇ પણ જાહેર થઈ ચૂક્યા છે. આ જ ToRના આધારે કમિશન સેલેરી સ્ટ્રક્ચર, ભથ્થા, પેન્શન અને સિસ્ટમ સંબંધિત મોટા ફેરફારો પર પોતાનો રિપોર્ટ તૈયાર કરશે.
શું છે ટર્મ્સ ઓફ રેફરન્સ? :-ToR કોઈ પણ પગાર પંચની ‘રૂલ બૂક’ જેવા હોય છે, જેના આધારે આયોગ પોતાનો રિપોર્ટ તૈયાર કરે છે.ToR તે વ્યાખ્યાઓ, શરતો અને વિષયો સામેલ હોય છે, જેના પર આયોગને ભલામણો આપવાની હોય છે.
કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આનો શું છે અર્થ? :- પેન્શન રિવિઝન થશે, પે સ્ટ્રક્ચરમાં બદલાવની શક્યતા છે, ભથ્થાઓ અંગે પણ નવા નિયમો આવશે.




