
શિક્ષણ વિભાગમાં મોટા ફેરફાર.૧૯૬ મદદનીશ શિક્ષકોને પ્રમોશન, ૨૦૦ અધિકારીઓની બદલી કરાઇ.શિક્ષક વર્ગ-૩ના અધિકારીઓને શિક્ષણ સેવા વર્ગ-૨માં પ્રમોશન આપવામાં આવ્યા છે, તેમજ મોટા પાયે બદલીઓના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે.રાજ્યના શિક્ષણ વિભાગમાં પ્રશાસનિક સ્તરે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ તંત્રને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા માટે મદદનીશ શિક્ષક વર્ગ-૩ના અધિકારીઓને શિક્ષણ સેવા વર્ગ-૨માં પ્રમોશન આપવામાં આવ્યા છે, તેમજ મોટા પાયે બદલીઓના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કુલ ૧૯૬ મદદનીશ શિક્ષકોને વર્ગ-૩માંથી શિક્ષણ સેવા વર્ગ-૨માં પ્રમોશન આપવામાં આવ્યા છે. આ પ્રમોશનથી શિક્ષણ ક્ષેત્રે અનુભવી અધિકારીઓને ઉચ્ચ જવાબદારીઓ સોંપાશે, જેનાથી શૈક્ષણિક કાર્યક્ષમતા વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે સાથે, શિક્ષણ સેવા વર્ગ-૨ના કુલ ૨૦૦ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. બદલીઓનો હેતુ વિભાગીય કાર્યમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સમયસર અમલીકરણ સુનિશ્ચિત કરવાનો છે.
શિક્ષણ વિભાગે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કરવામાં આવેલી તમામ બદલીઓ સંપૂર્ણપણે વહીવટી હિત અને શૈક્ષણિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુસર છે. વિભાગનો દાવો છે કે નવી નિમણૂક અને બદલી બાદ શિક્ષણ કામગીરીમાં વધુ ગતિ આવશે અને વહીવટી કાર્યક્ષમતામાં પણ સુધારો જાેવા મળશે. આગામી દિવસોમાં શિક્ષણ તંત્ર વધુ સક્રિય અને અસરકારક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




