
૨૫ ડિસેમ્બરે ક્રિસમસ ઉપર પણ ગિગ વર્કર્સ કામથી અળગા રહ્યા.ડિલિવરી બોય, કેબ ડ્રાઈવર સહિતના ગિગ વર્કર્સની ૩૧મીએ હડતાળની ચીમકી.આવકનું પારદર્શક માળખું, સુરક્ષા, ઓવરટાઈમ, વીમો, બીમારી અને કટોકટીમાં સહાય વગેરે માગણીઓ સંતોષવા માંગ. દેશભરમાં ૩૧ ડિસેમ્બરે ઘરે બેઠા ઓનલાઈન સામાન, સેવા કે જમવાનું મંગાવવાની યોજના હોય તો તમારી પાર્ટીના રંગમાં ભંગ પડી શકે છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગિગ વર્કર્સ (ઓનલાઈન પ્લેટફોર્મ આધારિત ડિલિવરી કરતા લોકો)એ ૩૧ ડિસેમ્બરે દેશ વ્યાપી હતડાળનું એલાન આપ્યું છે. જાે તેઓની માગણીઓ પર વિચાર નહીં કરવામાં આવે તો તેઓ હડતાળનું હથિયાર ઉગામશે જેનાથી દેશવાસીઓની પાર્ટી ખરાબ થવાની શક્યતા છે. ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ, કેબ ડ્રાઈવર્સ, હોમ સર્વિસ વર્કર્સ સહિત મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મના ગિગ કામદારોએ પગાર, સુરક્ષા અને કામની સ્થિતિને સુધારવાની માગણી સાથે હડતાળની ચીકમી ઉચ્ચારી છે. તાજેરમાં ૨૫ ડિસેમ્બરે ક્રિસમસ ઉપર પણ ગિગ વર્કર્સ કામથી અળગા રહ્યા હતા જેની અસર ગુરુગ્રામ સહિતના શહેરોમાં જાેવા મળી હતી. દિલ્હી અને નોઈડામાં તેની મર્યાદિત અસર રહી હતી.ઈન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (આઈએફએટી) અને તેલંગણા ગિલ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયને હડતાળનું એલાન આપ્યું છે.
સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો, બ્લિન્કિટ, એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતના ઈ-કોમર્સ પ્લેટફોર્મના કામદારો તેમાં સામેલ છે.ક્રિસમસ ઉપર ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયન (જીઆઈપીએસડબલ્યુયુ) એક દિવસ કામથી અળગા રહેવાનો ર્નિણય કર્યાે હતો જેની વ્યાપક અસર ઉત્તરના કેટલાક ભાગોમાં જાેવા મળી હતી. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આવકનું પારદર્શક માળખું અપનાવવાની મુખ્ય માંગ આ કામદારો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સુરક્ષા, ઓવરટાઈમ, વીમો, બીમારી અને કટોકટીમાં સહાય વગેરે માગણીઓ સંતોષવા માંગ કરી રહ્યા છે. ખાસ કરીને પ્રવર્તમાન સમયમાં કેટલીક એપ ઝડપી ડિલિવરી પહોંચાડવાનો દાવો કરે છે જેમાં જીવનું જાેખમ હોવાથી ૧૦ મિનિટમાં ડિલિવરી જેવા અલ્ટ્રા ફાસ્ટ મોડલને બંધ કરવાની પણ માંગ ગિગ વર્કર્સ કરી રહ્યા છે. આવકની સુરક્ષા સાથે જ દિવસના આઠ કલાક કામ નિયત કરવા માગ છે અને ઓવરટાઈમ આપવાની માગણી તો કરી રહ્યા છે. સાથે જ સામાજિક સુરક્ષાના ભાગરૂપે બીમારી અને કટોકટીમાં સહાયની માગણી યુનિયને કરી છે. એક ગિગ વર્કરે દાવો કર્યાે છે કે, તહેવારોના સમયગાળામાં કંપનીઓ સર્વાેચ્ચ નફો કરે છે તેમ છતાં મુખ્ય સ્તભ ગણાતા ડિલિવરી એક્ઝિક્યુટિવ્સની સ્થિતિ કથળેલી રહે છે. વારંવાર હડતાળ દ્વારા અમારી માગણીઓને સ્વીકારવા કંપનીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.




