
ટેન્કર ચાલક જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ.ONGC ના ક્રૂડ ઓઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ.જે પોતે ONGC ના ટેન્કર પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, તે પોતાના ઘર પાસે ટેન્કર ઊભું રાખીને તેમાંથી ઓઈલની ચોરી કરી રહ્યો છે.મહેસાણા જિલ્લામાં ONGC ની સંપત્તિ પર તરાપ મારતું વધુ એક ઓઈલ ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જાેટાણા તાલુકાના માંકણજ ગામે સાંથલ પોલીસે દરોડા પાડીને ટેન્કરમાંથી ક્રૂડ ઓઈલની ચોરી કરતા એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે મુખ્ય આરોપી ટેન્કર ડ્રાઈવર સહિત ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ કડી ડિવિઝન માર્ગદર્શનમાં સાંથલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, માંકણજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે શલુભા ઝાલા, જે પોતે ONGC ના ટેન્કર પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, તે પોતાના ઘર પાસે ટેન્કર ઊભું રાખીને તેમાંથી ઓઈલની ચોરી કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે માંકણજ ગામે ખેતર પાસેના મકાન પર દરોડા પાડ્યા ત્યારે સ્થળ પર ONGC નું ઓફિશિયલ ટેન્કર અને એક ખાનગી ટ્રક મળી આવ્યા હતા. આરોપીઓ પાઈપલાઈન વાટે ટેન્કરમાંથી ક્રૂડ ઓઈલ કાઢીને ખાનગી ટ્રકની ટાંકીમાં ભરી રહ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોરીનું ક્રૂડ ઓઈલ ૧૦,૦૦૦ લિટર (કિંમત અંદાજે ?૪ લાખ), ONGC ટેન્કર કિંમત ૧૫ લાખ ખાનગી ટ્રક કિંમત ૫ લાખ સહીત કુલ મુદ્દામાલ ૨૪.૦૩ લાખ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ટેન્કર ડ્રાઈવર શૈલેષસિંહ ઝાલા હોવાનું ખુલ્યું છે. તે મંડાલી ગામના ઈમરાન રહીમખાન પઠાણના કહેવાથી ટેન્કરને નિર્ધારિત રૂટ પર લઈ જવાને બદલે પોતાના ઘરે લઈ આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સૈયદ અસદુલ્લા નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે શૈલેષ ઝાલા, ઈમરાન પઠાણ અને અસલમ સૈયદ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા છે.




