
ભારતીય રેલવે દ્વારા રેલવે સંરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂતીકરણની દિશામાં સતત અગ્રસર વિવિધ વિકાસાત્મક અને સંરક્ષા સંબંધી કામ કરવામાં આવી રહ્યા છે. તારીખ 07.01.2026 ના રોજ જનરલ મેનેજર પશ્ચિમ અને મધ્ય રેલવે વિવેક કુમાર ગુપ્તાએ સિનિયર રેલવે અધિકારીઓની સાથે સાબરમતી-કલોલ-મહેસાણા-પાલનપુર રેલવે સેક્શનનું વિગતવાર નિરીક્ષણ કર્યું.
નિરીક્ષણ દરમિયાન સાબરમતીથી પાલનપુર વચ્ચે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, નાના અને મુખ્ય પુલો, પોઈન્ટ્સ અને ક્રોસિંગ, સેક્શન કર્વ્સ તથા વિવિધ સંરક્ષા પરિમાણોની ગહન સમીક્ષા કરવામાં આવી. આ અવસર પર સંબંધિત અધિકારીઓની સાથે સંરક્ષાથી જોડાયેલા વિવિધ પાસાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી. કલોલ, મહેસાણા અને પાલનપુર સ્ટશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. સાથે જ માસ્ટર કેબિન, બુકિંગ કાઉન્ટર, ફુટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ વેઈટીંગ રૂમ સહિત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.
સાબરમતી-કલોલ સેક્શન પર આવેલ લેવલ ક્રોસિંગ નંબર 240 (SPL) નું ગહન નિરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત કલોલ રેલવે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રગતિ પર ચાલી રહેલા પુનઃવિકાસ કામોની પણ સમીક્ષા કરવામાં આવી.
ડાંગરવા સ્ટેશન પર યાર્ડમાં પોઈન્ટ્સ નંબર 107 (કિ.મી. 743/294) તથા કર્વ નંબર 116 ની સંરક્ષા તપાસ કરવામાં આવી. સાથે જ મુખ્ય પુલ નંબર 965 DN (કૉમ્પોઝિટ ગર્ડર) નું નિરીક્ષણ કરવામાં આવ્યું. ખારી નદી પર આવેલ મુખ્ય બ્રિજ નંબર 965 (કિ.મી. 719/28-8) તથા પી.વે ગેન્ગ નંબર 13 અને 14 નું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન જનરલ મેનેજરે ગેન્ગમેનો સાથે વાર્તાલાપ કરી કામ દરમિયાન ઉપયોગ કરવામાં આવી રહેલા સેફ્ટી ઉપકરણો-જેવા કે સેફ્ટી શુઝ, જેકેટ તથા અન્ય સંસાધનોની ઉપલબ્ધતા તથા સમય પર આપૂર્તિની માહિતી મેળવી.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મહેસાણા સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાથે જ આરપીએફ પોસ્ટ, આરઆરઆઈ રૂમ, ટીઆરડી ડેપો, એસએસપી ઓફિસ, રેલવે હેલ્થ યુનિટ તથા રેલવે કોલોનીની સુવિધાઓનું અવલોકન કરી યાત્રી અને કર્મચારીઓથી જોડાયેલી સુવિધાઓનું આકલન કરવામાં આવ્યું. ઊંઝા-કામલી વચ્ચે RUB नं. 932A અને બ્રિજ નંબર 927D ના સ્પાનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.
મીડિયા સાથે વાર્તાલાપ કરતાં જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તા એ જણાવ્યું કે આ પ્રકારના નિરીક્ષણો મારફતે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, પુલો, પોઈન્ટ્સ અને ક્રોસિંગ તથા કર્વ્સના વિવિધ સંરક્ષા પરિમાણોને અનુરૂપ વાર્ષિક પરીક્ષણ કરવામાં આવે છે, જેનાથી સુરક્ષિત અને સુગમ રેલવે સંચાલન સુનિશ્ચિત થઈ શકે.
તેમણે જણાવ્યું કે આંબલિયાસણ-વિજાપુર તથા આદરજ મોટી-વિજાપુર વચ્ચે ગેજ રૂપાંતરણનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ સેક્શનનું CRS નિરીક્ષણ પણ સંપન્ન થઈ ગયું છે. રિપોર્ટ પ્રાપ્ત થવા પર આ માર્ગ પર નવી રેલવે સેવાઓનું સંચાલન આરંભ કરી શકાશે.
મહેસાણા-પાલનપુર સેકશનમાં રેલવે લાઈનના દ્વિકરણ કામના પૂર્ણ થવાથી ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભારતીય રેલવેના કુલ 1337 સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં પશ્ચિમ રેલવેના 108 સ્ટેશન સામેલ છે.
અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર પુનઃવિકાસ કામો હેઠળ અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 9 થી 12 તથા સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કામ પ્રગતિ પર છે, જે માર્ચ-એપ્રિલ 2026 સુધી પુર્ણ થવાની શક્યતા છે. આ પછી બંને સ્ટેશનો પર વધુ ટ્રેનોનું સ્ટોપેજ શક્ય થશે, જેનાથી નવી ટ્રેનોના સંચાલનનો માર્ગ મોકળો થશે.
યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખતાં, આવનારા 5 વર્ષોમાં મુખ્ય શહેરો માટે રેલગાડીઓના સંચાલનની ક્ષમતા હાલના સ્તરથી લગભગ બેગણી કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં પશ્ચિમ રેલવેથી લગભગ 256 ટ્રેનો સંચાલિત થઈ રહી છે, જે આગામી પાંચ વર્ષોમાં વધીને લગભગ 450 થઈ જશે.
આ ઉપરાંત, રેલવે ફાટક મુક્ત અભિયાન હેઠળ લેવલ ક્રોસિંગને નાબુદ કરીને તેમની જગ્યાએ આરયૂબી/આરઓબીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બેચરાજી-રણુજ રેલવે લાઈન પર વહેલાંસર CRS નિરીક્ષણ કરવામાં આવશે, જે પછી આ સેક્શન પર પણ રેલવે સંચાલન આરંભ કરી શકાશે.
જનરલ મેનેજરે સિદ્ધપુરમાં નવનિર્મિત ગુડ્ઝ શેડ, પ્રશાસનિક કાર્યાલયનું ઉદઘાટન કર્યું. સિદ્ધપુરમાં નવનિર્મિત જી+1 ગુડ્ઝ શેડ ક્ષેત્રમાં માલ પરિવહન સંભાળ ક્ષમતાને સુદ્રઢ કરવા તથા સંચાલન કૌશલમાં સુધારાની દિશામાં એક મહત્વનું પગલું છે. આ આધુનિક ગુડ્ઝ શેડ સંચાલન જરૂરિયાતો અને હિતધારકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં સુવ્યવસ્થિત રૂપે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ સુવિધામાં સીજીએસ રૂમ, એફઓઆઈએસ રૂમ, વેપારીઓ માટે રૂમ તથા કેન્ટીન સામેલ છે, જેનાથી માલ સંચાલનનું સુગમ સંકલન સુનિશ્ચિત થશે અને ઉપયોગકર્તાઓ અને કર્મચારીઓ માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત સુવિધા અને સ્વચ્છતા પરિમાણોને ઉત્તમ બનાવવા માટે પૂરતી શૌચાલય સુવિધાઓ પણ આપવામાં આવી છે.
સાથે જ સિદ્ધપુરમાં નવનિર્મિત રેલવે સ્ટાફ ક્વાર્ટર્સનું રેલવે કર્મચારીની દિકરીથી ઉદઘાટન કરાવવામાં આવ્યું. રેલવે કર્મચારી શ્રી પીંટૂ ભારતી, શ્રી મુન્નારામ અને શ્રી રામચરણને ક્વાર્ટર્સની ચાવીઓ સોંપવામાં આવી.
પાલનપુર સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનઃવિકાસ કામોનું ગહન નિરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત પાલનપુર સ્ટેશન પર SPART તથા ન્યૂ પાલનપુરમા રનિંગ રૂમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.
નિરીક્ષણ દરમિયાન સાબરમતી સ્ટેશન પર પુનઃવિકસિત કામોનું અવલોકન કરવામાં આવ્યું તથા લોકોમોટિવ શેડ સાબરમતી ટીમ દ્વારા નિર્મિત વેક્યુમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનર (VAT ક્લીનર) મશીનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.
પોતાના નિરીક્ષણ દરમિયાન શ્રી ગુપ્તા એ રેલવે સલાહકાર સમિતિના સભ્યો, માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનો, એસોસિએશનો, લોક પ્રતિનિધિઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા તથા જાણીતા નાગરિકોને મળીને વાતચીત કરી.
આ અવસર પર હેડક્વાર્ટસમાં આવેલા મુખ્ય વિભાગોના મુખ્ય વિભાગાધ્યક્ષો સહિત અમદાવાદ મંડળના રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ અને અન્ય સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.




