
મહેસૂલ વિભાગમાં સ્ટાફનો દુષ્કાળ.કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ, ૨૩૦૦થી વધુ જગ્યાઓ ખાલી.કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ, ૨૩૦૦થી વધુ જગ્યાઓ ખાલી.ગુજરાતનો સૌથી મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો અત્યારે ગંભીર વહીવટી સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. મહેસૂલ, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના વિભાગોમાં કર્મચારીઓની ભારે અછતને કારણે સામાન્ય જનતાના કામો અટવાયા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કચ્છ હવે માત્ર નવા કર્મચારીઓની ‘તાલીમશાળા‘ કે અન્ય જિલ્લામાં જવા માટેનું ‘વેઈટિંગ લિસ્ટ‘ બનીને રહી ગયું હોય તેમ જણાય છે.
કચ્છની જટિલ ભૌગોલિક સ્થિતિને કારણે અહીં મહેસૂલી પ્રશ્નો વધુ હોય છે. એકતરફ નાયબ કલેક્ટર અને મામલતદાર જેવી મહત્વની જગ્યાઓ ઇન્ચાર્જથી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ સરકારે નવા જાહેર કરેલા વાવ-થરાદ જિલ્લા માટે કચ્છમાંથી વધુ ૪૪ મહેસૂલી કર્મચારીઓની બદલી કરી દીધી છે. આ ર્નિણયથી ખાલી જગ્યાઓનો આંકડો વધતા વહીવટી માળખું ખોરવાઈ ગયું છે.
શિક્ષણ ક્ષેત્રે તો સ્થિતિ અત્યંત દયનીય છે. આંકડાકીય વિગતો મુજબ જાે વાત કરીએ તો કચ્છમાં કુલ ૧૬૬૭ પ્રાથમિક શાળાઓ છે. મંજૂર થયેલા ૯૨૯૫ના મહેકમ સામે માત્ર ૭૪૦૪ શિક્ષકો જ કાર્યરત છે. તાજેતરમાં જિલ્લા ફેરબદલીમાં ૬૬૦ શિક્ષકો કચ્છ છોડીને ગયા, જેની સામે માત્ર ૧ શિક્ષક કચ્છમાં આવ્યો છે.હાલમાં કુલ ૨૩૯૧ શિક્ષકોની ઘટ પડી રહી છે.
આ ગંભીર સ્થિતિને જાેતા જિલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને કાયમી ભરતી ન થાય ત્યાં સુધી તાત્કાલિક પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા મંજૂરી માંગી છે, જેથી બાળકોના ભવિષ્ય પર માઠી અસર ન પડે. માત્ર શિક્ષણ કે મહેસૂલ જ નહીં, આરોગ્ય અને જિલ્લા પંચાયતના તમામ વિભાગોમાં સ્ટાફની તીવ્ર અછત છે. સરકાર દ્વારા ૪૧૦૦ શિક્ષકોની ખાસ ભરતીની જાહેરાત છતાં કચ્છને પૂરતો સ્ટાફ મળ્યો નથી. જાે સરકાર સત્વરે અસરકારક ર્નિણય નહીં લે, તો સરહદી જિલ્લાનો વિકાસ રૂંધાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.




