
સબરીમાલા મંદિરમાં સોનાની ચોરી, SIT એ મુખ્ય પુજારીને કસ્ટડીમાં લીધા.ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ મંદિરના મુખ્ય પુજારી કંડારારુ રાજીવારુને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે.કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ મંદિરના મુખ્ય પુજારી કંડારારુ રાજીવારુને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. આ કાર્યવાહી મંદિર પરિસરમાંથી કિંમતી સોનાની પ્લેટ્સ ગાયબ થવાની તપાસ દરમિયાન કરવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે SIT ને રચના કરી હતી.
સબરીમાલા મંદિર ભગવાન અય્યપ્પાનું મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા સોનાના આભૂષણો અને અન્ય કિંમતી વસ્તુઓનો મોટો સંગ્રહ છે. તાજેતરમાં મંદિરના ગર્ભગૃહ (શ્રીકોવિલ)ના દ્વારપાલક મૂર્તિઓ અને દરવાજાની ફ્રેમ પર મૂકેલી સોનાની પ્લેટ્સ ગાયબ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી.
આ કેસની ગંભીરતા જાેતાં કેરળ સરકારે SIT ને રચના કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે ચોરીની ઘટના મંદિરના આંતરિક પક્ષ સાથે જાેડાયેલી હોઈ શકે છે. મુખ્ય પુજારી કંડારારુ રાજીવારુ, જેઓ મંદિરના સૌથી વરિષ્ઠ ધાર્મિક અધિકારી છે, જેમની પાસે પૂજા સામગ્રી અને આભૂષણો સુધી સીધી પહોંચ છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. SIT ની શંકા છે કે તેઓ આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પુજારીની કસ્ટડીએ આ મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. આ ઉપરાંત મંદિર સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે. સબરીમાલા મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું જ કેન્દ્ર નથી, પરંતુ રાજકીય દ્રષ્ટીએ પણ તે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે.




