
અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના ખેતરોમાં જાેવા મળ્યા.બર્ડ ફ્લૂનો કહેર, H5N1 ના ૧૧ કેસ સામે આવ્યા.ડિસેમ્બરની શરૂઆતમાં પક્ષીઓના મૃત્યુ બાદ, ૨૨ ડિસેમ્બરે તેમની પુષ્ટિ થઈ છે.વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ હેલ્થ (WOAH)ના જણાવ્યા મુજબ કેરળમાં H5N1 બર્ડ ફ્લૂના કેસ સામે આવતાં મરઘાં ઉદ્યોગ અને આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. WOAH એ સોમવારે અહેવાલ આપ્યો હતો કે ગયા મહિને કેરળના ખેતરોમાં અત્યંત રોગકારક H5N1 બર્ડ ફ્લૂના ૧૧ કેસ નોંધાયા છે.
આ કેસ મુખ્યત્વે અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના ખેતરોમાં જાેવા મળ્યા છે. ડિસેમ્બરની શરૂઆતમાં પક્ષીઓના મૃત્યુ બાદ, ૨૨ ડિસેમ્બરે તેમની પુષ્ટિ થઈ છે. બર્ડ ફ્લૂ (એવિયન ઈન્ફલ્યુએન્ઝા) ના તાજેતરના કેસોએ સરકાર અને મરઘાં ઉદ્યોગમાં ચિંતા વધારી છે. ભારતમાં H5N1 વાયરસ (બર્ડ ફ્લૂ) એ લગભગ ૫૪,૧૦૦ પક્ષીઓના મોત નિપજ્યા છે, જેમાંથી મોટાભાગના બતક છે.
વાયરસના ફેલાવાને રોકવા માટે વહીવટીતંત્રે સાવચેતી રૂપે ૩૦,૨૮૯ અન્ય સ્વસ્થ પક્ષીઓને પણ મારી નાખ્યા છે. આ કેસ ગયા વર્ષે ૯ ડિસેમ્બરે દેખાવા લાગ્યા હતા અને ૨૨ ડિસેમ્બરે સત્તાવાર રીતે પુષ્ટિ મળી હતી. મે મહિના પછી મરઘાં ક્ષેત્રમાં બર્ડ ફ્લૂનો આ પહેલો મોટો કેસ છે. બર્ડ ફ્લૂ ઘણીવાર ચિકનના ભાવમાં વધારો કરે છે અને તે માનવોમાં ફેલાવાનું જાેખમ હંમેશા રહે છે.
આને રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે જંગલી પક્ષીઓ અથવા બીમાર/મૃત પક્ષીઓથી દૂર રહો. જાે તમે મરઘાં ફાર્મની નજીક રહો છો તો બાળકોને ફાર્મથી દૂર રાખો અને પક્ષીઓના ઘેરા ઢાંકીને રાખો. જાે તમે તમારી આસપાસ મૃત પક્ષીઓ જુઓ છો તો તાત્કાલિક પશુપાલન વિભાગ અથવા આરોગ્ય વિભાગને જાણ કરો. ઉપરાંત, તમારી ખાવાની આદતોનું પણ ધ્યાન રાખો. વધુમાં, માંસ અને ઈંડાને સારી રીતે રાંધીને ખાઓ, કારણ કે ઊંચા તાપમાને વાયરસનો નાશ થાય છે. ઓછું રાંધેલું માંસ, કાચા ઈંડા અને કાચું દૂધ પીવાનું ટાળો. કાચા માંસ અને રાંધેલા ખોરાક માટે અલગ વાસણો અને કાપવાના બોર્ડનો ઉપયોગ કરો.




