
વાયરલ તસવીરની હકીકત જણાવી.મોરારીબાપુને બગદાણા કેસમાં કરવો પડ્યો ખુલાસો.મોરારીબાપુએ કહ્યું નવ દિવસથી અહી બિહારમાં બેઠો છું, હોસ્પિટલમાં ગયો છું તે પ્રકારનોફોટો વાયરલ થયો છે.બગદાણાના બબાલ હવે કોળી સમાજના લોકો ન્યાય માટે વિરોધમાં ઉતર્યા છે. તો બીજી તરફ, સમગ્ર ઘટનામાં મોરારીબાપુએ સમાધાન કરાવ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી. ત્યારે ખુદ મોરારીબાપુએ આ અંગેનો ખુલાસો કર્યો છે.
હાલ બગદાગણના સેવક નવનીત બાલધિયા પર હુમલો થયા બાદ તેઓ હોસ્પિટલમાં દસ દિવસ દાખલ રહ્યા, જેના બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ત્યારે આ વચ્ચે નવનીલ બાલધિયાની હોસ્પિટલમાં જયરાજ બાજુમાં છે અને આ પ્રકારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે, મોરારીબાપુએ સમગ્ર કેસમાં સમાધાન કરાવ્યું છે. ત્યારે વાયરલ થયેલી તસવીર અંગે ખુદ મોરારીબાપુએ સ્પષ્ટતા કરી છે.
મોરારી બાપુએ સમાધાન કરાવ્યુ હોય તેવી પોસ્ટ વાયરલ થતા જ તેમનું નિવેદન આપ્યું છે. બિહારમાં ચાલી રહેલી રામકથામાં કથા દરમિયાન વ્યાસપીઠ ઉપરથી મોરારી બાપુએ કહ્યું કે, હું નવ દિવસથી કથા અહીંયા કથા વાંચી રહ્યો છું, ત્યારે કોઈએ મોરારીબાપુનો ફોટામાં દર્શાવ્યું કે હોસ્પિટલમાં ખબર અંતર પૂછી રહ્યો હોય તેવું ફોટામાં દર્શાવ્યું છે. અને હું કોઈનું સમાધાન કરાવી રહ્યો હોય તેવું પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું છે. દુનિયા શું કરી રહી છે કે હું અહીંયા છું અને મારા ફોટાઓ બનાવી મને બીજા દર્શાવી રહ્યા છે.
મોરારીબાપુએ કહ્યું કે, કોઈ બતાવી રહ્યું છે કે હું હોસ્પિટલમાં બેસીને સમાધાન કરાવી રહ્યો છું, પણ તમે જુઓ ને હું નવ દિવસથી અહી બિહારમાં બેઠો છુ. હોસ્પિટલમાં ગયો છું તે પ્રકારનોફોટો વાયરલ થયો છે.




