
સોનુ સૂદે યોગદાન આપીને પશુ કલ્યાણને ટેકો આપ્યો.સોનુ સૂદે ગુજરાતની ગૌશાળામાં કર્યું રૂપિયા ૨૨ લાખનું દાન.બોલિવૂડ એકટર સોનુ સુદે વારાહી અને ગોલપ નેસડા એમ બંન્ને ગૌશાળામાં ૧૧-૧૧ લાખનું દાન આપ્યું છ.બોલિવુડ અભિનેતા સોનુ સુદ દાન અને સમાજ સેવા માટે જાણીતા છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન તેમણે પ્રવાસી મજુરોની મદદ તેમજ બ્લડ કેન્સરના દર્દીઓ તેમજ અન્ય જરુરતમંદો માટે કામ કરી રહ્યો છે. જેમ કે મફતમાં શિક્ષણ આપવું તેમજ અન્ય સ્વાસ્થ સેવાઓ માટે તેઓ કામ કરે છે.
તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી દરમિયાન સોનુ સુદે પ્રવાસી મજુરોને પોતાના ઘરે પહોંચાડ્યા હતા. તેમજ તેમને જમવાનું, ઓક્સિજન સિલેન્ડર તેમજ અન્ય દવાઓ પણ પુરી પાડી હતી. જેને અસલી હીરો કહેવામાં આવે છે.
કરુણા અને સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ચાલુ રાખતા રિયલ લાઈફના હીરો સોનુ સૂદે ગુજરાતના વારાહીમાં આવેલી ગૌશાળામાં ૨૨ લાખનું યોગદાન આપીને પશુ કલ્યાણને ટેકો આપ્યો છે. સોનુ સુદે વારાહી અને ગોલપ નેસડા એમ બંન્ને ગૌશાળામાં ૧૧-૧૧ લાખનું દાન આપ્યું છે. આ ગૌશાળામાં લગભગ ૭,૦૦૦ ગાયો રહે છે અને ત્યજી દેવાયેલા, ઘાયલ અને બચાવેલા પ્રાણીઓની સંભાળ, રક્ષણ અને ગૌરવ પૂરું પાડે છે. જે એવા સ્તરે કાર્યરત છે જેને સતત સંસાધનો અને સતત સહાયની જરૂર હોય છે.સોનુ સુદ ગૌશાળાના સંચાલકો દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવ-તિઓથી પ્રભાવિત થયા હતા. આ પહેલ વિશે બોલતા, સોનુ સૂદે આશ્રયસ્થાનની સફર માટે પ્રશંસા કરતા કહ્યું, “જ્યારે હું તેમની સફર જાેઉં છું, જે ફક્ત થોડી ગાયોથી શરૂ થઈ હતી અને હવે સાત હજાર સુધી પહોંચી ગઈ છે, ત્યારે તે ખૂબ જ ગર્વની વાત છે,




