
ફેન્સ આઘાતમાં.ઇન્ડિયન આઇડલ ૩ ના વિજેતા પ્રશાંત તમાંગનું માત્ર ૪૩ વર્ષની વયે નિધન.મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં માતમ ફેલાઈ ગયો છે. કારણ કે ઇન્ડસ્ટ્રીના એક ફેમસ સિંગરનું નિધન થયું છે. આ દુ:ખદ ખબરથી સિંગરના ચાહકો પણ આઘાતમાં સળી પડ્યા છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ઇન્ડિયન આઇડલ સિઝન ૩ ના વીનર રહી ચૂકેલા અને ફેમસ સિંગર તેમજ એક્ટર પ્રશાંત તમાંગનું ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ નિધન થયું છે. પ્રશાંત તમામનું નિધન દિલ્હીમાં થયું છે. માત્ર ૪૩ વર્ષની ઉંમરે સિંગરે દુનિયાને અલવિદા કહી દીધું છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર પ્રશાંત તમાંગનો મૃતદેહ તેના દિલ્હી ખાતેના ઘરમાંથી મળી આવ્યો. તેના મોતના કારણ અંગે પુષ્ટિ થઈ નથી પરંતુ શરૂઆતી જાણકારી અનુસાર ૪૩ વર્ષીય સિંગરનું મોત હાર્ટ એટેકથી થયું હોય તેવી શક્યતા છે. જાેકે મોત અંગે કોઈ અધિકારિક મેડિકલ નિવેદન આપવામાં આવ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને દ્વારકાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા.. જણાવી દઈએ કે તે તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાં એક ઇવેન્ટ પૂરી કરીને દિલ્હી પરત ફર્યા હતા. ત્યાર પછી તેમના નિધનની ખબર સામે આવતા તેના ચાહકો પણ આઘાતમાં સરી પડ્યા છે.
પ્રશાંત તમાંગનો જન્મ ૪ જાન્યુઆરી ૧૯૮૩ ના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો.. નાની ઉંમરમાં જ તેણે પોતાના પિતાને ગુમાવ્યા હતા અને પછી પરિવારની જવાબદારી સંભાળવા માટે તે કલકત્તા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી શરુ કરી અને સાથે જ મ્યુઝિકના પેશનને જાળવી રાખવા પોલીસ ઓરકેસ્ટ્રામાં ગીત ગાવાનું શરુ કર્યું. ત્યાર પછી વર્ષ ૨૦૦૭માં તેના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો.
વર્ષ ૨૦૦૭માં પ્રશાંત તમાંગે ઇન્ડિયન આઇડલ સિઝન ૩ માં ભાગ લીધો. આ શોના માધ્યમથી તે ઘર ઘરમાં પ્રખ્યાત થયો અને ઇન્ડિયન આઇડલ સિઝન થ્રી નો વિનર પણ બન્યો. ઇન્ડિયન આઇડલ શો જીત્યા પછી પ્રશાંત તમાંગે ધન્યવાદ નામનો પોતાનો એક આલ્બમ પણ રિલીઝ કર્યો હતો અને તેઓ દેશ-વિદેશમાં લાઈવ શો અને પર્ફોર્મન્સ પણ કરતા હતા. નિધન પહેલા પણ પ્રશાંત તમામ અરુણાચલ પ્રદેશમાં એક ઇવેન્ટ પૂરી કરીને જ દિલ્હી પહોંચ્યો હતો. પ્લેબેક સિંગર અને સ્ટેજ સિંગર તરીકે પોતાની ઓળખ બનાવ્યાની સાથે પ્રશાંત તમાંગે એક્ટિંગ પણ કરી હતી. તેણે નેપાલી ફિલ્મ બોરખા પલટનથી અભિનય ક્ષેત્ર ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તેણે ઘણી નેપાળી ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી પ્રોજેક્ટમાં પણ હાથ અજમાવ્યો હતો. પ્રશાંત તમાંગે છેલ્લે પાતાળ લોક સીઝન ૨ માં એક્ટિંગ કરી હતી.




