
સુપ્રીમ કોર્ટની આકરી ટકોર.રખડતાં કૂતરાંને ખવડાવનારા લોકો તેમને પોતાના ઘરમાં લઈ જાય.કૂતરું કરડવાથી બાળકો-વડીલોને મૃત્યુ અથવા ઈજા જેવા બનાવ બને તો ભારે વળતર ચૂકવવા રાજ્ય સરકારોને ર્નિદેશ અપાશે.શેરીમાં રખડતા શ્વાનના સંદર્ભે નિયમોના પાલનમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલી ઢીલાશ સંદર્ભે આકરું વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, કૂતરું કરડવાના કિસ્સામાં રાજ્ય સરકાર પાસેથી મોટું વળતર અપાવાશે અને શ્વાનને ખવડાવનારા લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એન વી અંજારિયાની બેન્ચે કૂતરું કરડવાના દરેક કિસ્સાને ગંભીરતાથી લેવાની ચીમકી આપી હતી.સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, કૂતરું કરડવાથી બાળકો-વડીલોને મૃત્યુ અથવા ઈજા જેવા બનાવ બને તો ભારે વળતર ચૂકવવા રાજ્ય સરકારોને ર્નિદેશ અપાશે, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં નિયમોનો અમલ કરવાની દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ સાથે શેરીના કૂતરાંને ખવડાનારા લોકોને પણ સમાન જવાબદાર ગણવામાં આવશે. આ લોકોને પ્રાણીઓ પ્રત્યે એટલો બધો પ્રેમ હોય તો તેઓ શ્વાનને પોતાના ઘરે કેમ લઈ જતા નથી.
શ્વાને ભટકતા રહેવાની અને લોકોને ડરાવવાની કે કરડવાની જરૂર કેમ નથી?જસ્ટિસ નાથના ઉપરોક્ત અભિપ્રાયને અનુમોદન આપતા જસ્ટિસ મેહતાએ કહ્યુ હતું કે, ૯ વર્ષની બાળકી પર કૂતરું હુમલો કરે તો તેના માટે દોષિત કોને ગણવા? શ્વાનને ખવડાવનારી સંસ્થાઓને ગણી શકાય? આ સમસ્યા સામે સુપ્રીમ કોર્ટ આંખો બંધ રાખે તેવું તમે ઈચ્છો છો? સુપ્રીમ કોર્ટે અગાઉ ૭ નવેમ્બર, ૨૦૦૨૫ના રોજ આપેલુ હુકમમાં મોડિફિકેશનની દાદ માગતી સંખ્યાબંધ પીટિશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉના હુકમમાં જાહેર માર્ગાે અને સંસ્થાઓમાંથી રખડતા કૂતરાઓને હટાવવા માટે સત્તાધિશોને હુકમ આપ્યો હતો. સર્વાેચ્ચ અદાલતે ગુજરાતના એક વકીલ સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યાે હતો. જેમાં એક પાર્કમાં કૂતરાએ વકીલને બચકુ ભર્યુ હતું. વકીલે સંબંધિત સત્તાધિશો સમક્ષ રજૂઆત કરતા કૂતરાને પકડવા માટે ટીમ આવી હતી. જાે કે શ્વાનપ્રેમી વકીલોની ટીમે તેમના પર હુમલો કર્યાે હતો. સુપ્રીમ કોર્ટે અફસોસ વ્યક્ત કર્યાે હતો કે, ચાર દિવસથી દલીલો સાંભળવામાં આવે છે, પરંતુ એક્ટિવિસ્ટ્સ અને એનજીઓ દ્વારા કાર્યવાહી આગળ વધવા દેવાતી નથી અને તેના કારણે કેન્દ્ર-રાજ્યોના અભિપ્રાય સાંભળી શકાતા નથી.




