
૧૧૦ વર્ષે લગ્ન કરી પિતા બન્યા હતા.સાઉદી અરબના સૌથી વૃદ્ધ વ્યક્તિનું ૧૪૨ વર્ષની વયે નિધન.સાઉદી અરબમાં સૌથી વધુ ઉંમરવાળા વ્યક્તિ ગણાવનાર નાસિર રદાન અલ રાશિદ અલ વદાઈનું નિધન થયું.સાઉદી અરબમાં પોતાને દેશનો સૌથી વધુ ઉંમરવાળા વ્યક્તિ ગણાવનાર નાસિર રદાન અલ રાશિદ અલ વદાઈનું નિધન થયું છે. સ્થાનિક ન્યૂઝ મુજબ ૮ જાન્યુઆરીએ રાજધાની રિયાધમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના જનાજાની નમાઝ ધાહરાન અલ જનૂબમાં અદા કરવામાં આવી, જેમાં ૭ હજારથી વધુ લોકો સામેલ થયા હતા. તે બાદ તેમણે તેમના પૈતૃક ગામ અલ રાશિદમાં દફન કરવામાં આવ્યા. દાવો છે કે અલ વદાઈ તેમની પાછળ ૧૩૪ બાળકો અને પૌત્ર-પૌત્રીઓને છોડતા ગયા.
સાઉદી મીડિયા અનુસાર, નાસિર રદાન અલ રાશિદ અલ વદાઈનો જન્મ ૧૮૮૪માં થયો હતો, આ એ જ વર્ષ છે જ્યારે અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનું નિર્માણ શરૂ થયું હતું. ત્યારે સાઉદી અરબનું એકીકરણ પણ થયું ન હતું, પરિવાર મુજબ, અલ વદાઈએ દેશના સંસ્થાપક કિંગ અબ્દુલ અઝીઝથી લઈને હાલના શાસક કિંગ સલમાન સુધીનું રાજ જાેયું છે. તેમણે ઘણા રાજાઓ, પેઢીઓ અને ઐતિહાસિક બદલાવોને પોતાની નજરે નિહાળ્યા છે.અલ વદાઈની જિંદગીને અનેક વસ્તુઓ ખાસ બનાવે છે. તેમાંથી એક છે ૧૧૦ વર્ષ લગ્ન, પરિવારના દાવા મુજબ તેમણે છેલ્લા ૧૧૦ વર્ષ લગ્ન કર્યા હતા, એક દીકરીનો પણ જન્મ થયો હતો. ધાર્મિક આસ્થાના મામલે પણ તે વધારે સમર્પિત હતા. તેમણે લાંબા જીવનકાળ દરમિયાન કુલ ૪૦ વખત હજ યાત્રા પૂર્ણ કરી હતી. જાે કે, તેમની ઉંમરને લઈને વિશેષજ્ઞો સવાલ ઊભા કરી રહ્યા છે. બ્રિટનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું ૧૪૨ વર્ષ જીવવું અસંભવ જેવું લાગે છે. તેમના પ્રમાણે ૧૦૦ વર્ષની ઉંમર પછી જીવવું એ દરેક વર્ષ બાદ સિક્કો ઉછાળવા જેવું છે. એટલે કે સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. ૧૪૨ વર્ષનું આયુષ્ય એટલે ૧૦૦ પછી ૪૦ વાર સિક્કો ઉછાળીએ એટલે એક જ તરફ પડે તેવું છે.
હાલ સુધીમાં દુનિયામાં સ્થાપિત રેકોર્ડ પ્રમાણે સૌથી વધારે ઉંમરવાળી મહિલા જીન કેલમેન્ટ હતી, જેમની ઉંમર ૧૨૨ વર્ષની હતી. તે બાદ કેન તનાકા જેવા શખ્સોના નામ આવે છે. જે ૧૧૯ વર્ષ, ૧૦૭ દિવસની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.




