
સિંગાપુર ભારતમાં રોકાણનો મુખ્ય સ્ત્રોત.સિંગાપુરના PM લોરેન્સ વોંગ પહેવી વાર આવશે ભારત.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદીની સિંગાપુર યાત્રા દરમિયાન ભારત-સિંગાપુર સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવામાં આવ્યો હતા.સગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગ ૨ થી ૪ સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે શિપિંગ, નાગરિક ઉડ્ડયન અને અવકાશ જેવા ક્ષેત્રોમાં સંબંધોને વેગ આપવા માટે પાંચ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાનના રૂપમાં વોંગ પહેલી વાર ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધારવાનો છે. વડાપ્રધાન મોદી અને વોંગ ગુરૂવારે મહારાષ્ટ્રમાં એક કન્ટેનર ટર્મિનલના વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે. પોર્ટ ઓફ સિંગાપુર ઓથોરિટીએ આ પરિયોજનામાં એક અરબ ડોલરથી પણ વધારેનુ રોકાણ કર્યુ છે.
આંકડા મુજબ, સિંગાપુર ભારત માટે રોકાણનો એક મુખ્ય સ્ત્રોત છે. ૨૦૧૪થી અત્યાર સુધીમાં સિંગાપુરનું કુલ રોકાણ ૧૭૫ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે, જેમાં કોરોના બાદના સમયગાળામાં ૬૦ અબજ ડોલરનું રોકાણ શામેલ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદીની સિંગાપુર યાત્રા દરમિયાન ભારત-સિંગાપુર સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે મંગળવારે વોંગની યાત્રાની જાહેરાત કરતાં કહ્યું કે સિંગાપુર ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, જેમાં ભારતની ‘એક્ટ ઈસ્ટ‘ પોલિસી પણ સામેલ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વોંગની યાત્રા ભારત-સિંગાપુર રાજનૈતિક સંબંધોની ૬૦મી વર્ષગાંઠના અવસરે થઈ રહી છે. આ બંને દેશોની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. બંને દેશોના વડાપ્રધાન પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
વોંગ સાથે તેમની પત્ની અને એક ઉચ્ચ સ્તરના પ્રતિનિધિમંડળ પણ આવશે, જેમાં કેબિનેટ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહેશે. વડાપ્રધાન વોંગ ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને અનેક અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ વડાપ્રધાન વોંગ સાથે મુલાકાત કરશે.મહત્વનુ છે કે બંને દેશો મંત્રીઓની બેઠકમાં કનેક્ટિવિટી, ટેકનોલોજી, કૌશલ વિકાસ અને ડિજિટલાઇઝેશન જેવા ક્ષેત્રોમાં હસ્તાક્ષર થઇ શકે છે.
