
સોનાનો વાયદો રૂ.1.45 લાખ અને ચાંદીનો વાયદો રૂ.3.04 લાખને પારઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.63 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39812 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.244270.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 39812 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4441.5 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.143321ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.145500ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.143320ના સ્તરને સ્પર્શી, રૂ.142517ના આગલા બંધ સામે રૂ.2379ના ઉછાળા સાથે રૂ.144896ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1402 વધી રૂ.117210ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.203 વધી રૂ.14694ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.2280 વધી રૂ.144552ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.143879ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.145189 અને નીચામાં રૂ.143300ના સ્તરને સ્પર્શી, રૂ.142913ના આગલા બંધ સામે રૂ.1802 વધી રૂ.144715 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.293100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.304200ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.293100ના મથાળે અથડાઈ, રૂ.287762ના આગલા બંધ સામે રૂ.14918ના ઉછાળા સાથે રૂ.302680ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.14547 વધી રૂ.304594ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.14579 વધી રૂ.304671ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 4677.70 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.9 વધી રૂ.1298.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.1.2 વધી રૂ.314ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.65 વધી રૂ.318.15ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો 50 પૈસા વધી રૂ.191.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 5299.48 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4124ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4124 અને નીચામાં રૂ.4000ના સ્તરને સ્પર્શી, રૂ.61 ઘટી રૂ.4029 થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5423ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5435 અને નીચામાં રૂ.5351ના સ્તરને સ્પર્શી, રૂ.5449ના આગલા બંધ સામે રૂ.63 ઘટી રૂ.5386 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.60 ઘટી રૂ.5388ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.37.3 વધી રૂ.317.7 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.37.2 વધી રૂ.317.8 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.973ના ભાવે ખૂલી, 50 પૈસા ઘટી રૂ.975 થયો હતો. કોટન જાન્યુઆરી વાયદો રૂ.280 વધી રૂ.26590ના સ્તરે પહોંચ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2660ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.2666ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 21515.48 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 25249.98 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 3845.95 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 273.89 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 66.49 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 471.06 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 16.55 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 577.98 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 4704.95 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.77 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.19 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.32 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20476 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 78121 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26473 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 383183 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 44463 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14129 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38608 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 100614 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 854 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17062 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 41259 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 39610 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 39939 પોઇન્ટના સ્તર અને નીચામાં 39102 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 1172 પોઇન્ટ વધી 39812 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.43.8 ઘટી રૂ.226 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.11.1 વધી રૂ.13.7ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.760 વધી રૂ.1736.5 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.6913 વધી રૂ.15823.5 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 67 પૈસા ઘટી રૂ.17.85ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 37 પૈસા ઘટી રૂ.1.7 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.19 વધી રૂ.245.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.23.3 ઘટી રૂ.10.15ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.527 ઘટી રૂ.346.5 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.8592.5 ઘટી રૂ.12900ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.9.44 ઘટી રૂ.19.1 થયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 33 પૈસા ઘટી રૂ.0.5ના ભાવે બોલાયો હતો.




