
ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર.૧૦૬ સભ્યોની પ્રદેશ કારોબારીની જાહેરાત કરાઈ.પ્રદેશ ભાજપ કારોબારીના સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેરાત.ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક નિયુક્તિઓ કરવામાં આવી છે.
ગુજરાત ભાજપ દ્વારા સંગઠનના પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કારોબારીના સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની આજે ૧૯ જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ કારોબારીના ૧૦૬ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ૭૯ કારોબારી સભ્યો સાથે ૨૭ પ્રદેશ હોદ્દેદારોની જાહેરાત કરાઈ છે. તેમજ વિશેષ આમંત્રિત સભ્યોની પણ નિયુક્તિઓ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા ૨૬ વિશેષ આમંત્રિત સભ્યોના નામો જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિતના કુલ ૧૦૬ લોકોની પ્રદેશ કારોબારી હોય છે. જે પૈકીના પ્રદેશ હોદ્દેદારોની આ અગાઉ જાહેરાત કરી દેવામાં આવી છે અને પ્રદેશ કારોબારીના બાકી રહેતા સભ્યોની સંગઠનાત્મક નિમણુંક કરવામાં આવી છે. આ સાથે પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે.




