
સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા પરીક્ષા રદ. AMC ફાયર વિભાગની પરીક્ષામાં મોટો છબરડો.ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ.ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં છબરડાઓનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવતા તંત્ર દ્વારા પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે.
૨૦ જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ૮ જગ્યાઓ માટે લિમિટેડ ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા લેવાની જવાબદારી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (ઇઇેં)ને સોંપવામાં આવી હતી. ૮ જગ્યાઓ સામે કુલ ૩૨ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જાેકે, પરીક્ષા શરૂ થતાની સાથે જ ઉમેદવારોમાં રોષ જાેવા મળ્યો હતો.
ઉમેદવારોનો આક્ષેપ હતો કે પ્રશ્નપત્રમાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નો નિર્ધારિત સિલેબસની બહારના હતા. જે વિષયોની તૈયારી ઉમેદવારોએ કરી હતી, તેના બદલે અન્ય વિષયોના પ્રશ્નો પૂછાતા પરીક્ષા કેન્દ્ર પર હોબાળો મચ્યો હતો.
ઉમેદવારોના આક્ષેપો અને વિરોધને ધ્યાનમાં રાખીને અમદાવાદ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ પરીક્ષા રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તંત્રએ સ્વીકાર્યું છે કે સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાની રજૂઆતો ગંભીર છે અને પારદર્શિતા જાળવવા માટે આ પગલું ભરવું જરૂરી હતું. સિલેબસ બહારના પ્રશ્નો કેવી રીતે પૂછાયા અને આ ક્ષતિ કોના સ્તરેથી થઈ છે, તે અંગે તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. એજન્સી તરીકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
તંત્ર દ્વારા નવી તારીખની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. રદ થયેલી આ પરીક્ષા હવે આગામી ૧૧ ફેબ્રુઆરીના રોજ ફરીથી લેવામાં આવશે. ઉમેદવારોએ હવે આ નવી તારીખ મુજબ ફરીથી તૈયારી કરવાની રહેશે.




