
સોનાના વાયદામાં રૂ.437 અને ચાંદીના વાયદામાં રૂ.6912ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.82193 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.178147 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 43784 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.260360.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.82193.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.178147.99 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 43784 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4185.07 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.158889ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159226 અને નીચામાં રૂ.155248ના મથાળે અથડાઈ, રૂ.156341ના આગલા બંધ સામે રૂ.437 વધી રૂ.156778 થયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1480 વધી રૂ.131448 થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.245 વધી રૂ.16492ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.780 વધી રૂ.157313 થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.159887ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160000 અને નીચામાં રૂ.156322ના મથાળે અથડાઈ, રૂ.156818ના આગલા બંધ સામે રૂ.1332 વધી રૂ.158150ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.333333ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.339927 અને નીચામાં રૂ.327502ના મથાળે અથડાઈ, રૂ.327289ના આગલા બંધ સામે રૂ.6912 વધી રૂ.334201ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.6649 વધી રૂ.339042ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.6789 વધી રૂ.339265ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.4420.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.8.5 વધી રૂ.1281.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.1.35 વધી રૂ.313.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.1 વધી રૂ.316.3ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો 65 પૈસા વધી રૂ.190.8 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.5451.05 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3989ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3989 અને નીચામાં રૂ.3912ના સ્તરને સ્પર્શી, રૂ.58 ઘટી રૂ.3933 થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5495ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5574 અને નીચામાં રૂ.5482ના મથાળે અથડાઈ, રૂ.5440ના આગલા બંધ સામે રૂ.129 વધી રૂ.5569ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.126 વધી રૂ.5568 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.6.7 ઘટી રૂ.456.6ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.8.5 ઘટી રૂ.456.8 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.960ના ભાવે ખૂલી, રૂ.2.3 ઘટી રૂ.982ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2645ના ભાવે ખૂલી, રૂ.18 ઘટી રૂ.2600ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.44003.93 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.28298.97 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.3780.33 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.266.65 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.31.91 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.323.46 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.11.95 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.613.01 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.4826.10 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.18.02 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.38 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20317 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 97256 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 34664 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 511942 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 63757 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14354 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38409 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 105565 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 847 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17420 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23064 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 43500 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 44200 પોઇન્ટના સ્તર અને નીચામાં 43300 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 795 પોઇન્ટ વધી 43784 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.74.4 વધી રૂ.278.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 ઘટી રૂ.28.5 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.157000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1.5 ઘટી રૂ.2487.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.330000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2564 વધી રૂ.12105.5 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.96 વધી રૂ.54.77ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.3 વધી રૂ.9 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.48.8 ઘટી રૂ.220.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા ઘટી રૂ.22ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.177 ઘટી રૂ.1725.5 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.330000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4000 ઘટી રૂ.7936ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.16 ઘટી રૂ.42.04ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 83 પૈસા ઘટી રૂ.3 થયો હતો.




