
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બેઠક આજથી શરૂ થઈ.અમુક નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા ટેરિફ અને મોંઘવારીના નીચા દરને ધ્યાનમાં રાખતાં રેપો રેટ યથાવત રાખી શકે છ.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં સુધારા સહિત અનેક નાણાકીય મુદ્દાઓ પર ર્નિણય જાહેર કરશે. આ જાહેરાત ૧ ઓક્ટોબરના રોજ થશે. અગાઉ ગત એમપીસી બેઠકમાં રેપો રેટમાં ૫.૫૦ ટકા પર જાળવી રાખ્યો હતો.
આ વખતે રેપો રેટ મુદ્દે નિષ્ણાતો બે મત છે. અમુક નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા ટેરિફ અને મોંઘવારીના નીચા દરને ધ્યાનમાં રાખતાં રેપો રેટ યથાવત રાખી શકે છે. જ્યારે અમુકે વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા દર્શાવી છે. હાલ રેપો રેટ ૫.૫૦ ટકા છે. આ વર્ષની શરૂઆતથી અત્યારસુધી આરબીઆઈએ તેમાં ૧ ટકાનો ઘટાડો કર્યો છે. જેમાં ફેબ્રુઆરીમાં ૦.૨૫ ટકા, એપ્રિલમાં ૦.૨૫ ટકા, અને જૂનમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો હતો.
આઈડીએફસી ફર્સ્ટ બેન્કના રિપોર્ટ અનુસાર, આરબીઆઈ દ્વારા રેપો રેટ યથાવત રાખવાની અપેક્ષા છે. જેની પાછળનું કારણ ફુગાવામાં ઘટાડો તેમજ જીએસટીમાં સુધારાથી માગ પર સકારાત્મક અસર છે.
નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં અપેક્ષા કરતાં વધુ જીડીપી ગ્રોથ નોંધાયો છે. જ્યારે એસબીઆઈ રિપોર્ટ અનુસાર, ભારત-અમેરિકા વેપાર મંત્રણાની અટકી પડેલી વાતો વચ્ચે જીએસટી સુધારાએ માગ અને વપરાશને વેગ આપ્યો છે. જીએસટીમાં સુધારાથી ફુગાવો ૨૦૦૪ બાદ તેના ઐતિહાસિક તળિયે નોંધાવાની શક્યતા છે. જેથી વ્યાજદરોમાં ઘટાડો આરબીઆઈ માટે સારો વિકલ્પ છે. આરબીઆઈએ ઓગસ્ટની બેઠકમાં વ્યાજના દ ૫.૫૦ ટકા જાળવી રાખ્યા હતાં.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર ડૉ. સૌમ્ય કાંતિ ઘોષના જણાવ્યા અનુસાર, અમારું માનવું છે કે CPI ફુગાવો હજુ તળિયે પહોંચ્યો નથી, અને GST સુધારાથી ૬૫-૭૫ બેસિસ પોઇન્ટનો વધુ ઘટાડો થઈ શકે છે.
FY-૨૭ માં પણ ફુગાવો નરમ રહેશે અને GST કાપ વિના તે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ૨ ટકાથી નીચે નોંધાયો હતો. FY-૨૭માં ફુગાવો ૪ ટકા અથવા તેનાથી નીચે રહેશે. જીએસટીમાં સુધારાના પગલે ઓક્ટોબરમાં ફુગાવો ૧.૧ ટકાની આસપાસ રહી શકે છે, જે ૨૦૦૪ પછીનો સૌથી નીચું સ્તર છે.
