
એર ઇન્ડિયાને ૧૧૨૫ કરોડ મળ્યાનો રિપોર્ટ.અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના ખાતામાં ૧-૧ કરોડ આવ્યા!.મુસાફરો સાથે જાેડાયેલા દાવાઓની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી જેથી વળતરનો આંકડો હજુ વધુ હોઈ શકે છે.અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોના ખાતામાં ૧-૧ કરોડ રૂપિયા જેટલી રકમ આવ્યાની માહિતી સામે આવી છે. જેના પરથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ પ્લેન ક્રેશ પીડિતોને વળતર મળવાનું શરુ થઈ ગયું છે. જાેકે આ મામલે જ્યારે ગુજરાત સમાચાર દ્વાર પીડિતોનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે રકમ આવ્યાની પુષ્ટિ કરી હતી પણ આ રકમ કોણે મોકલી છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી. જ્યારે રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે એર ઇન્ડિયાને પણ ૧૧૨૫ કરોડ રૂપિયા જેટલી રકમ મળી હોવાની ચર્ચા છે.સૂત્રોના રિપોર્ટના આધારે ગ્લોબલ રિઇન્શ્યોરર્સ અને ભારતીય જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયાને થયેલા નુકસાનમાં અત્યાર સુધી ૧૨૫ મિલિયન ડૉલર એટલે કે લભગલ ૧૧૨૫ કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. આ રકમમાં વિમાનના માળખા અને એન્જિનમાં ક્ષતિથી થયેલા નુકસાન સામે વીમાના દાવા મુજબનું વળતર આપવામાં આવ્યું છે.
આ સાથે જ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને પણ ૨૫ મિલિયન ડૉલર (૨૨૫ કરોડ) રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. જાે કે, મુસાફરો સાથે જાેડાયેલા દાવાઓની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી જેથી વળતરનો આંકડો હજુ વધુ હોઈ શકે છે. ગુજરાતના અમદાવાદમાં ૧૨ જૂન ૨૦૨૫ના રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં કુલ ૨૬૦ લોકોના મોત થયા હતા જેમાં ૨૪૧ મુસાફરો તેમજ અન્ય ક્રૂ સભ્યો સામેલ હતા. રિપોર્ટના દાવા મુજબ ભારતીય રિઇન્શ્યોરર્સ પહેલા જ દાવો કરી ચૂક્યું છે કે દુર્ઘટનામાં વીમાના દાવાનું કુલ રકમ ૪૭૫ મિલિયન ડૉલર એટલે કે અંદાજિત ૪,૨૭૫ કરોડ રૂપિયા છે, જેમાંથી ૩૫૦ મિલિયન ડૉલર મુસાફરો અને તૃતીય પક્ષના દાવાઓ સંબંધિત જવાબદારીઓ માટે હશે. નિષ્ણાતોના મતે, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવારો બંને સામાન્ય રીતે વળતર મેળવવાના હકદાર હોય છે, ભલે પાઇલટની ભૂલ હોય. હકીકતમાં, જાે જાળવણી સ્ટાફ અથવા ટેકનિશિયનની બેદરકારી સ્થાપિત થાય તો વળતરની રકમ સંભવિત રીતે વધી શકે છે.




