
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે
શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની ૧૫૨ જેટલી નગરપાલિકાઓએ વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની જે રકમ ભરવી પડતી હતી તેમાંથી તેમને મુક્તિ મળશે
એટલું જ નહિ જમીનની ફાળવણીની પ્રક્રિયા પણ વધુ સરળ બનશે
*મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓને વિના મૂલ્યે સરકારી જમીન જે જાહેર સુવિધા સુખાકારીના પ્રોજેક્ટ્સ માટે આપવાનો નિર્ણય કર્યો છે તે અનુસાર,
નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, ડ્રેનેજ પંપીગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ, લીક્વીડ વેસ્ટ મેનેજમેંટ પ્લાન્ટ માટે, સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે તેવો સિટીઝન સેન્ટ્રીક અભિગમ અપનાવ્યો છે
.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતા વિકાસ પ્રોજેક્ટ્સ ઝડપભેર શરૂ થઈ શકશે અને નગરોના વિકાસ ને વધુ વેગ મળશે
નાગરિકોને પણ પાણી, ગટર, શિક્ષણ તથા આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરાએ મળતી થશે.




