
વધુ એક દેશની સંસદમાં બિલ મંજૂરફ્રાન્સમાં ૧૫ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધફ્રાન્સ પહેલા ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર મહિનાથી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતોફ્રાન્સ સરકારે બાળકો અને સગીરોના ડિજિટલ સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટું અને કડક પગલું ભર્યું છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ એક નવો કાયદો પસાર કર્યાે છે, જે હેઠળ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.ઓનલાઇન બુલિંગ એટલે કે માનસિક પજવણી, વધતી હિંસા અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસરોને રોકવા માટે આ ર્નિણય લેવાયો છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને અગાઉ પણ સોશિયલ મીડિયાને યુવાનોમાં વધતી આક્રમકતા માટે જવાબદાર ગણાવ્યું હતું. મેક્રોન ઈચ્છે છે કે આગામી શૈક્ષણિક સત્ર એટલે કે સપ્ટેમ્બર પહેલા આ કાયદો દેશભરમાં લાગુ થઈ જાય.
સંસદમાં આ બિલ રજૂ કરતા સાંસદ લોર મિલરે ચિંતા વ્યક્ત કરી હતી કે, ‘બાળકો ભણવાનું ઓછું અને સોશિયલ મીડિયામાં વધુ ધ્યાન આપે છે, જેથી આ કાયદા દ્વારા સમાજમાં એક સ્પષ્ટ સીમા નક્કી કરવામાં આવી રહી છે. કારણ કે, ફ્રાન્સ પહેલા ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર મહિનાથી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે બ્રિટન, ડેનમાર્ક, સ્પેન અને ગ્રીસ જેવા દેશો પણ આ મોડલનો અભ્યાસ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયન પણ સમગ્ર યુરોપ માટે સોશિયલ મીડિયાના ઉપયોગની લઘુત્તમ ઉંમર નક્કી કરવા પર વિચાર કરી રહ્યું છે.ફ્રાન્સમાં આ ર્નિણયને તમામ રાજકીય પક્ષો અને લોકોનો ભારે ટેકો મળ્યો છે. દક્ષિણપંથી સાંસદ થિએરી પેરેઝે આ પરિસ્થિતિને ‘હેલ્થ ઈમરજન્સી’ જણાવતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયાએ તમામને બોલવા માટે એક મંચ પૂરું પાડ્યું પણ સૌથી મોટી કિંમત આપણા બાળકોએ ચૂકવવી પડી રહી છે.




