
૪૨૪ લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયોઅમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા AMC ની કાર્યવાહીક્લોરિન ડોઝર વગર પાણી પુરવઠો કરતા ૧૫ વોટર સપ્લાયર એકમો સીલઅમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આરોગ્ય વિભાગ મારફતે વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
AMC ની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૭૫૮ પાણીપુરી અને સ્ટ્રીટ ફૂડની લારીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા કડક પગલાં લેવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન કુલ ૧૦૧૩ અખાદ્ય પદાર્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ સંબંધિત વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોનું પાલન ન કરનારી ૪૨૪ લારીઓને નોટિસ ઇશ્યૂ કરી દંડ વસૂલવામાં આવ્યો છે.મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં ડાયરીયા, ટાઇફોઇડ અને અન્ય પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આવી તપાસો સતત ચાલુ રહેશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ખુલ્લા ખાદ્યપદાર્થો લેતા પહેલા સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખે અને માત્ર પ્રમાણિત સ્ત્રોતમાંથી જ પાણીનો ઉપયોગ કરે.




